ગીર સોમનાથ જિલ્લાની પ્રાથમિક મતદારયાદી પ્રસિધ્ધ કરાઈ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ,

તા.૧૨, ગીર સોમનાથ જિલ્લાની તમામ જિલ્લા/તાલુકા પંચાયત તથા વેરાવળ-પ્રભાસપાટણ અને ઉના નગરપાલિકાની સમાન્ય ચૂંટણી નવેમ્બર ડિસેમ્બર-૨૦૨૦માં યોજાનાર છે. તા.૦૯-૧૦-૨૦૨૦ના રોજ મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્ધી કરવામાં આવેલ છે. ફોટાવાળી આખરી મતદારયાદી તા.૨૩-૧૦-૨૦૨૦ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે. પોતાના નામની મતદારયાદીમાં ચકાસણી માટે મતદાર નોંધણી અધિકારી, મામલતદાર કચેરી, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તથા જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી ખાતે સંપર્ક કરી શકાશે. આ અંગે સબંધિત દાવા મતદાર નોંધણી અધિકારી પાસે છેલ્લી તા.૧૪-૧૦-૨૦૨૦ સુધીમાં રજુ કરી શકાશે.

ગીર સોમનાથ જિલ્લા પંચાયતની ૨૮ અને તાલુકા પંચાયતની ૧૨૮ બેઠકો છે. જિલ્લા અને તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૨૦ મતદારોની નવી મતદારી યાદી જાહેર કરવામાં આવી છે. વેરાવળ તાલુકામાં પુરુષ-૫૬૬૪૪, મહિલા-૫૪૦૪૦, ત્રીજી જાતિ-૪, કુલ-૧૧૦૬૮૮, તાલાળા તાલુકામા પુરુષ-૪૫૧૭૪, મહિલા-૪૧૬૧૧, કુલ-૮૬૭૮૫, સુત્રાપાડા તાલુકામાં પુરુષ-૪૬૫૬૫, મહિલા-૪૪૩૦૮, કુલ-૯૦૮૭૩, ઉના તાલુકામાં પુરુષ-૭૯૬૨૯, મહિલા-૭૪૬૨૭ કુલ-૧૫૪૨૫૬, કોડીનાર તાલુકામાં પુરુષ-૭૦૦૪૭, મહિલા-૬૬૫૯૦, કુલ-૧૩૬૬૩૭, ગીરગઢડા તાલુકામાં પુરુષ-૫૨૦૮૧, મહિલા-૪૭૪૫૬, કુલ-૯૯૫૩૭, ઉપરાંત કુલ પુરુષ-૩૫૦૧૪૧, કુલ મહિલા-૩૨૮૬૩૪પ, ત્રીજી જાતિ-૪, એમ કુલ મતદારો-૬૭૮૭૭૬ નોંધાયેલા છે. તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અજયપ્રકાશ ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment