હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર જિલ્લા કલેકટર બી.કે.પંડયાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે જિલ્લા પાણી સમિતિ અને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, દરેક તાલુકામાં યોગ્ય રીતે પાણી વિતરણ થાય અને પ્રશ્નોનું નિરાકરણ તાત્કાલિક આવે તે હેતુથી નોડલ ઓફિસરની નિમણુંક કરવામાં આવી છે. માત્ર જિલ્લા કક્ષાએ જ નહીં પરંતુ તાલુકા કક્ષાએ સંબંધિત અધિકારીઓ દ્વારા સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવશે. તેમજ હેન્ડપંપ, પાણીના બોર અને મોટર રીપેરીંગની કામગીરી તાત્કાલિક રીતે પૂર્ણ થાય તે માટે કલેકટર એ સમિતિના સભ્યોને ખાસ સૂચના આપી હતી.
ઉક્ત સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, વાસ્મો યુનિટ મેનેજર સુ ભાવિકા જાડેજા, પ્રાંત અધિકારી ઓ તેમજ સમિતિના અન્ય સદસ્યો હાજર રહ્યા હતા.
Advt.