જામનગરમાં આગામી તા.14 જૂનના યોગ મહિલા સશક્તિકરણ શિબિરનું આયોજન કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, જામનગર 

   સમગ્ર વિશ્વમાં દર વર્ષે તારીખ 21 જૂનના ”આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જામનગર જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ આગામી તારીખ 14 જૂનના રોજ યોગ મહિલા સશક્તિકરણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 14/06/2024 ના રોજ સાંજના 06:00 થી 08:00 કલાક દરમિયાન રણમલ તળાવ, ગેટ નંબર 1, પાર્કિંગ એરિયા, જામનગરમાં સરકારી મહિલા કર્મચારીઓ માટે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ યોગ શિબિરમાં ભાગ લેવા માટે https://forms.gle/JG1n47uYg89uGoGe6આ લિંક પર જઈને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઉપરોક્ત કાર્યક્રમમાં મહત્તમ કર્મયોગીઓ સંમિલિત બને તેમ નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


Advt.

 

Related posts

Leave a Comment