છોટાઉદેપુર જિલ્લામાં ૨૭-૨૮ ડિસે.ના રોજ જીલ્લા અને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર 

           આગામી તા. ૨૭ ડીસેમ્બરને બુધવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે છોટાઉદેપુર તાલુકાના તમામ તાલુકા મથકે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તથા જીલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૮ ડીસેમ્બર ગુરુવારના રોજ સવારે ૧૧ કલાકે યોજવામાં આવશે. આ સ્વાગત કાર્યક્રમમાં જીલ્લાના વર્ગ-૧ના અધિકારીઓ ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નો સાંભળી નિરાકરણ લાવશે. 

    છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકાઓના તાલુકા મથકોએ યોજાનારા તાલુકા સ્વાગત કાર્યક્રમનું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઘડી કાઢવામાં આવેલા આયોજન મુજબ પાવીજેતપુર ખાતે યોજાનારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પ્રાંત અધિકારી, છોટાઉદેપુર, સંખેડા તાલુકાના સ્વાગત કાર્યક્રમમાં પ્રાંત અધિકારી બોડેલી, બોડેલી તાલુકાના સ્વાગત કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર તાલુકાના સ્વાગત કાર્યક્રમમાં પ્રાયોજના વહીવટદાર, નસવાડી તાલુકાના સ્વાગત કાર્યક્રમ નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, કવાંટ તાલુકાના સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી, છોટાઉદેપુર ઉપસ્થિત રહેશે. 

            તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારે પોતાના વ્યક્તિગત પ્રશ્નો ટાઇપ કરેલી અરજી કોન્ટેકટ નંબર તથા સરનામા સાથે અમલીકરણ અધિકારીને ઓછામાં ઓછી ત્રણ વાર કરેલી અરજીની નકલ સાથે સંબંધિત મામલતદાર કચેરીને ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ એમ અરજીના મથાળે લખી તા. ૧૦/૧૨/૨૦૨૩ સુધીમાં મોકલી આપવાની રહેશે. 

           વધુમાં જિલ્લા કલેકટર જિલ્લાના કોઇ પણ તાલુકાની ઓચિંતી મુલાકાત લઇ તાલુકા સ્વાગત કાર્યક્રમના સંચાલનની વિગતો ચકાસશે. 

     જીલ્લા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારએ પોતાના વ્યક્તિગત/અંગત પ્રશ્ન ટાઈપ કરેલી અરજી કોન્ટેક્ટ નંબર તથા સરનામાં સાથેની, એક અરજીમાં એક જ પ્રશ્ન તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કરેલી અરજીની નકલ સાથે અત્રેની કચેરીને ‘ઈ-જીલ્લા સ્વાગત કાર્યક્રમ’ એમ અરજીના મથાળે લખી અરજી તા.૧૦/૧૨/૨૦૨૩ સુધીમાં સંબંધિત ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી મારફતે ગ્રામ પંચાયતના અધિકૃત ઈ-મેલ આઈડી પરથી eillaswagatchho@gmail.com ઈ-મેલ આઈડી પર ઓનલાઈન મોકલી આપવાની રહેશે.  

 

Related posts

Leave a Comment