હિન્દ ન્યુઝ, રાજકોટ
જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે જળસંચય જન ભાગીદારી અભિયાનની બેઠક યોજાઇ હતી. આ બેઠકમા જુદી જુદી સંસ્થાઓના અગ્રણીઓ તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાંબા સમયગાળા માટેના જળ વ્યવસ્થાપનના સુચારુ આયોજનના ભાગરૂપે વરસાદી પાણીનો સંગ્રહ વધારવા તેમજ ભૂગર્ભ જળસ્તરમાં વધારો કરવા જન જનની ભાગીદારીથી જળ સુરક્ષિત ભવિષ્યને સુનિશ્ચિત કરવા નાગરિકો, સ્થાનિક સંસ્થાઓ, ઉદ્યોગો સહિત તમામ વર્ગને જોડી સંગઠિત કરી જિલ્લામાં જળસંચય જન ભાગીદારી અભિયાન સાર્થક કરવા કલેકટરએ સંસ્થાઓના અગ્રણીઓને અનુરોધ કર્યો હતો.
ફેક્ટરી, ઘર, બાગ બગીચા, બિલ્ડીંગ, શાળા કોલેજો, ધાર્મિક સ્થળો, જીઆઇડીસી વિસ્તાર સહિત સ્થળો પર જન ભાગીદારીથી જળસંચય કરી રિચાર્જ બોર કરવા, નવા તળાવ વિકસાવવા, જુના તળાવ ઊંડા ઉતારવા વગેરે પર કલેકટરશ્રીએ આ બેઠકમાં ભાર મૂક્યો હતો.