હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરના ઉપક્રમે અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગીર સોમનાથ દ્વારા ખેલ મહાકુંભ ૨.૦ માં જિલ્લા કક્ષાની ખો-ખો અં-૧૭, ઓપન એજ ગ્રુપ ભાઇઓ/બહેનોની સ્પર્ધાનુ આયોજન શ્રી વિવેકાનંદ વિનયમંદિર, સુત્રાપાડા ખાતે અને જિલ્લા કક્ષા એથ્લેટીક્સ અં-૯, અં-૧૧,અં-૧૪, અં-૧૭,ઓપન એજ ગ્રુપ ભાઈઓ/બહેનોની સ્પર્ધાનુ આયોજન શ્રી સોમનાથ એકેડેમી, કોડીનાર ખાતે આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં તારીખોમા ફેરફાર કરવામાં આવ્યો છે.
જેમા નવી તારીખ મુજબ ખેલ મહાકુંભ ૨.૦ માં જિલ્લા કક્ષાની ખો-ખો અં-૧૭, ઓપન એજ ગ્રુપ ભાઇઓ/બહેનોની સ્પર્ધાનુ આયોજન શ્રી વિવેકાનંદ વિનયમંદિર, સુત્રાપાડા ખાતે તારીખ ૧૬/૦૨/૨૦૨૪ (ભાઈઓ), ૧૭/૦૨/૨૦૨૪ (બહેનો)ની સ્પર્ધાઓ યોજાશે અને જિલ્લા કક્ષા એથલેટીક્સ અં-૯, અં-૧૧,અં-૧૪, અં-૧૭,ઓપન એઈજ ગ્રુપ ભાઈઓ/બહેનોની સ્પર્ધાનુ આયોજન શ્રી સોમનાથ એકેડેમી, કોડીનાર ખાતે તા.૨૧/૦૨/૨૦૨૪ (બહેનો), ૨૨/૦૨/૨૦૨૪ (ભાઈઓ)ના રોજ યોજાશે.
તદુપરાંત વધુ માહિતી માટે જિલ્લાકક્ષા ખો-ખો સ્પર્ધાના કન્વીનર પિયુષભાઈ કાછેલા મો.નં ૯૯૨૪૨૯૪૮૫૫ અને એથ્લેટીક્સ સ્પર્ધાના કન્વીનર સુભાષ કામળીયા મો.નં. ૯૨૨૮૪૮૪૫૬૩ નો સંપર્ક કરવાનો રહેશે.