હિન્દ ન્યુઝ, સુરત
રાજ્યકક્ષાના યુવા ઉત્સવ સ્પર્ધામાં સુરત જિલ્લાના યુવાઓએ પોતાની કલાની પ્રતિભાથી પ્રેરણારૂપ પ્રદર્શન કર્યું છે. છેલ્લા પાંચ દાયકાથી યોજાતી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં વર્ષ ૨૦૨૪ માટે સુરતના ૧૫ કલાકારોએ વિજય થઈને સુરત જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. રાજકોટ ખાતે આયોજિત રાજ્યકક્ષાના યુવા ઉત્સવમાં વિવિધ ૧૫ કૃતિઓમાં સુરતના કલાકારોએ પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમ પર સ્થાન મેળવી પોતાના વિસ્તારમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.