જિલ્લા રોડ સેફટી કાઉન્સીલની બેઠક ઈ.કલેકટર બી.કે.વસાવાના અધ્યક્ષસ્થાને યોજાઈ

હિન્દ ન્યુઝ, સુરત

સુરત જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય તેવા આશયથી જિલ્લા રોડ સેફટી કાઉન્સીલની બેઠક ઈ.કલેકટર બી.કે.વસાવાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં કામરેજ ચાર રસ્તા પર થતા ખાનગી વાહનચાલકો માટે પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે સુડાના અધિકારીઓને કાર્યવાહીનો રિપોર્ટ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત નગરપાલિકાઓમાં રખડતા ઢોરને પાંજરે પુરવા બાબતે ચીફ ઓફિસરોને જણાવ્યું હતું. શાળાઓમાં માર્ગ સલામતીના જનજાગૃતિ કાર્યક્રમો કરવા ઉપરાંત જિલ્લાના રસ્તાઓમાં રોડ સેફટી બાબતે જરૂરી સમારકામ, ઝીબ્રા ક્રોસિંગ, વોટરલોકીંગ, સ્પીડબ્રેકર બાબતે એન.એચ.એ.આઈ.ના અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી. હાઈવે પર મોટા વાહનચાલકોએ લેન ડ્રાઈવિંગનું ફરજીયાતપણે પાલન કરાવવા અંગે કલેકટરએ જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા. બેઠકમાં નિવાસી અધિક કલેકટર વાય.બી.ઝાલા, આર.ટી.ઓ. અધિકારી આકાશ પટેલ, માર્ગ-મકાન તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment