કારખાના ધારા (ગુજરાત સુધારા) વિધેયક-2025 વિધાનસભા ગૃહમાં પસાર

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

: સુધારા વિધેયકની મહત્ત્વની જોગવાઈઓ :

➡️ આ સુધારાથી રાત્રિ પાળીમાં મહિલાઓને તેમની સંમતિથી કાયદેસર કામ કરવાની તક મળશે

➡️ મહિલા શ્રમ યોગીઓને સમાનતા, વ્યવસાય સ્વતંત્રતા, આર્થિક ઉપાર્જન કરવાના બંધારણીય અધિકારને ધ્યાને રાખીને મહત્ત્વનો નિર્ણય

➡️ રાત્રિ પાળીમાં સ્વેચ્છાએ કામ કરવાથી મહિલાઓ તેમના ઘર-પરિવાર માટે દિવસે વધુ સમય આપી શકશે

➡️ નવી જોગવાઈ મુજબ વિરામ સાથે રોજના 12 કલાક પરંતુ, સપ્તાહના માત્ર 48 કલાક જ કામ કરવાની મંજૂરી આપી શકશે

➡️ શ્રમયોગીને 06 કલાક પછી ઓછામાં ઓછા અડધો કલાકનો વિરામ આપવાની જોગવાઈ

➡️ જે કામદાર 12 કલાક લેખે ચાર દિવસ કામ કરે એટલે પાંચમાં-છઠ્ઠા દિવસે માલિક દ્વારા પગાર સહિત સવેતન રજા આપવાની રહેશે

➡️ નવી જોગવાઈ મુજબ ત્રણ માસના સમયગાળા દરમિયાન પૂર્વ મંજૂરી સાથે મહત્તમ 125 કલાક સુધીનો ઓવર ટાઈમ કરવાની તક મળશે

➡️ સરકાર જેટલા સમયની મંજૂરી આપે તેટલો જ સમય આ કાયદો અમલમાં રહેશે : મંજૂરી પરત પણ લઈ શકે

     રાજ્યના વિકાસમાં નારી શક્તિની ભાગીદારી મહત્ત્વની, મહિલા શ્રમ યોગીઓના હિતમાં તેમની સલામતી-સ્વાસ્થ્ય સંબંધી શરતોને આધીન રાત્રિપાળીમાં કામે રાખી શકાશે : મંત્રી બલવંતસિંહ રાજપૂત

Related posts

Leave a Comment