રાજકોટ,
રાજકોટ શહેર તા.૨૮.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સાંજે ચેરમેન અનિતાબેન ગોસ્વામીનાં અધ્યક્ષ સ્થાને મહાપાલિકામાં ટીપી કમિટીની એક બેઠક મળી હતી. જેમાં અલગ-અલગ ૩ દરખાસ્તો મંજુરી અર્થે રજુ કરવામાં આવી હતી. ટીપી સ્કીમ નં.૮ (મવડી)નાં રેવન્યુ સર્વે નં.૧૫૫ પૈકીનાં મુળ ખંડ નં.૧૯, આખરી ખંડ નં.૧૯/૩ને હેતુફેર કરી રહેણાંક વેચાણ કરવાનો હતો. આ પ્લોટનું ક્ષેત્રફળ ૧૩૦૧ ચો.મી.નું હતું. અને આ પ્લોટ અગાઉ ૧૫૦ ફુટ રીંગ રોડ નિકળતા જે આસામીની જમીન કપાતમાં ગઈ હતી. તેનાં બદલામાં તેને જે જમીન ફાળવવામાં આવી હતી. તેના પર હાલ દબાણ ખડકાયા છે. ટુંકમાં દબાણગ્રસ્ત જમીન મહાપાલિકા હસ્તક રાખી કપાતનાં અસરગ્રસ્તને ખુલ્લી અને ચોખ્ખી જમીન પધરાવવાનો કારસો રચવામાં આવ્યો હતો. કમિટીની બેઠક પૂર્વે વિરોધપક્ષનાં નેતાએ પણ મેયર બીનાબેન આચાર્યને લેખિતમાં એવી રજુઆત કરી હતી કે, ટીપીનાં પ્લોટમાં હેતુફેર કરવાના કારસા બંધ કરો
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ