માંગરોળ સમગ્ર મુસ્લિમ ઘાંચી સમાજના પ્રમુખ પદે યુસુફભાઈ પટેલની ફરીથી બિનહરિફ વરણી

માંગરોળ,

જૂનાગઢ જિલ્લાના માંગરોળ સમગ્ર મુસ્લિમ ઘાંચી સમાજના આગેવાનો ની બેઠક આજરોજ માંગરોળ ઘાંચી જમાતખાના હોલ ખાતે મો.અયયુબ બીચારાની અધ્યક્ષતામા મળી હતી. આ બેઠકમાં નવનિયુક્ત આગેવાનો દ્વારા સમાજના પ્રમુખપદે બિનહરીફ રીતે યુસુફભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી.
યુસુફભાઈ પટેલ આઠમી વખત સમગ્ર મુસ્લિમ ઘાંચી સમાજના પ્રમુખ બન્યા છે. ઘાંચી જમાતના ઉપ્રમુખ પદે મો.હુસેન ઝાલા, સેક્રેટરી તરીકે હાજી હારુન કોતલ અને જોઈન સેક્રેટરી તરીકે હાફિઝ આહમદ હાજીબાની નિમણુંક કરવામાં આવી હતી. ઘાંચી જમાતખાના હોલ માં યોજાયેલ નવનિયુક્ત આગેવાનો દ્વારા તમામ હોદ્દેદારો ની નિમણુંક બિનહરીફ 2020 થી 2023 સુધી કરવામા આવી હતી. હાજર તમામ લોકોએ હોદ્દેદારોની વરણી મેં વધાવી લીધી હતી અને અભિનંદન પાઠવ્યા હતા. આ વરણી પ્રસંગે સીલેક્ટરો , સભ્યો અને તમામ આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

રિપોર્ટર : મીલન બારડ, માંગરોળ

Related posts

Leave a Comment