રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વર્ચ્યુઅલી જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રેરણા આપી

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

   રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોને વર્ચ્યુલી પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. બાયસેગ દ્વારા ‘વંદે ગુજરાત’ ચેનલ અને યુટ્યુબના માધ્યમથી આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ ખેડૂતોને ગાય આધારિત અને રસાયણમુક્ત ખેતી અપનાવા માર્ગદર્શન કર્યું હતું. 

જિલ્લાના વિવિધ કેન્દ્રો પર મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોએ ટેકનોલોજીના માધ્યમથી આ પ્રેરણાદાયી સંબોધનનો લાભ લીધો હતો. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ જૂનાગઢ જિલ્લાના વિવિધ સ્થળોએ પંચાયત કચેરીઓ, શાળાઓ અને તાલીમ કેન્દ્રો ખાતે કરવામાં આવ્યું હતું. અહીં મોટી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતો, કૃષિ સખીઓ, સી.આર.પી., આત્મા પ્રોજેક્ટનો સ્ટાફ, શૈક્ષણિક સ્ટાફ તેમજ કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાકૃતિક ખેતીના સંકલ્પને આગળ ધપાવવા ઉત્સાહ દર્શાવ્યો હતો.

Related posts

Leave a Comment