હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
જિલ્લા પંચાયત છોટાઉદેપુર દ્વારા વહીવટી પાંખ વચ્ચે સૌહાર્દ અને ટીમ સ્પિરિટ વધારવાના હેતુસર ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટનો શુભ પ્રારંભ જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના હસ્તે કરવામાં આવ્યો હતો.
પ્રારંભ સમારોહ દરમિયાન જિલ્લા કલેકટરએ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી અને જણાવ્યું હતું કે રમતગમત માત્ર શારીરિક તંદુરસ્તી માટે જ નહીં, પરંતુ ટીમવર્ક, નેતૃત્વ અને સંકલનના ગુણો વિકસાવવા માટે પણ મહત્વપૂર્ણ છે. તેમણે ભાગ લેનાર તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
આ ટૂર્નામેન્ટમાં વિવિધ વહીવટી વિભાગોની ટીમો ભાગ લઈ રહી છે. સાથે પ્રથમ વખત વિવિધ વિભાગોની મહિલા ટીમો પણ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે.
આ પ્રસંગે પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા, ડીસીએફ રૂપક સોલંકી, એસીએફ ફતેસિંહ મીના, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સેજલ સંગાડા સહિત જિલ્લા પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ તથા રમતપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

