ગઢડા,
હમણાં થોડાક સમય થી વરસાદ નો વિલંબ થઈ ગયો હતો તો આવા સમય માં ખેડૂતોએ જે જમીન માં વાવેલ અલગ અલગ છોડવાઓ સુકાય જાવાની તૈયારી માં હતા. એવામાં અચાનક વરસાદ વરસતા ખેડૂતો તેમજ લોકો માં ખુશી જોવા મળી હતી અને ઢસા ગામ આવેલ ખોડિયાર મંદિર જે ઢશિયો નદી કહેવાય છે ત્યાં બાજુમાં આવેલ ખોડિયાર મંદિરે સરકાર ની ગાઈડલાઈન મુજબ આ વર્ષે લાપસી ટૂંકમાં કરીને થાળ ધરી હતી આ આયોજન દર વર્ષે આખા ઢસા ગામ માંથી ઘઉં ઉઘરાવીને ખવરાવતા હતા અને આ પરમ્પરા ઘણા વર્ષો પેલા ઢસા માં વરસાદ નોતો વરસતો ત્યારે ખોડિયાર માં લાપસી ની માનતા વડવાઓ એ કરેલ એવુ મોટી ઉંમર ના માણસો ના મોઢેથી એવુ સાંભળવા મળી રહ્યું છે. આ આયોજન લાપસીનું દરવર્ષે અષાઢી બીજ થી આ કાર્ય શરુ થઈ ગયું હતું અને ઢસા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અને હજી એક પરમ્પરા છે દર વર્ષ દરગાહો માં પણ પેહલી વાવણી ની શરૂવાત પેલા અષાઢી બીજ ના દરગાહ માં ચુરમાં ના ચોખા ઘીના લાડવાનો થાળ પણ ધરે છે પણ આ વર્ષે કોવીડ 19 સંદર્ભે ઢસા ગામ માં ખોડિયાર માંના મંદિરે લાપસી નું આયોજન થાળ થોડાક જ માણસોએ કરેલ હતું.
રિપોર્ટર : આસિફ રાવાણી, ઢસા