રાજકોટ શહેરના વાવડી વિસ્તારમાં આવેલ આશરે ૪૦ વર્ષ જુનો પાણીનો ટાંકો મહાનગરપાલિકા દ્વારા પાડવામાં આવ્યો

રાજકોટ,

 

રાજકોટ શહેરમાં વોર્ડનં.૧૨ ના વાવડી વિસ્તારમાં આશરે ૪૦ વર્ષ જુનો પાણીનો ટાંકો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાડવામાં આવ્યો હતો. આ ESR પાણીનો ટાંકો અતિશય ભયગ્રસ્ત હાલતમાં હોવાથી મનપા દ્વારા J.C.B ની મદદથી પાડવામાં આવ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકાને જાણ કર્યા બાદ મનપાની ટીમ સાઈટ વિઝીટ માટે ગયેલ ત્યારબાદ ખરેખર ટાંકાની હાલત ભયગ્રસ્ત હોવાનું જણાયું હતું. ભવિષ્યમાં કોઇ અકસ્માત ન થાય તે બાબતની અગમચેતી રાખી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે જ આ ટાંકાને દુર કરવામાં આવ્યો હતો.

 

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment