હિન્દ ન્યૂઝ, રાજકોટ,
રાજકોટ ગ્રામ્ય પોલીસ અઘીક્ષક બલરામ મીણા તથા જેતપુર ડી.વાય.એસ.પી. ગોસ્વામી તથા ધોરાજી પી. આઇ. એચ.એ જાડેજા ના સીધા માર્ગદર્શન હેઠળ પ્રોહી-જુગારની પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવા સુચના પગલે ધોરાજી તાલુકાના વેગડી ગામે રહેતા ભાવેશ ભોજાભાઈ કોડિયાતરવાડી એ ઈંગ્લીશ દારૂ જથ્થો ઉતારેલ છે. ધોરાજી પોલીસે સર્વેલન્સ સ્પાફ રેઇડ પડતા ઈંગ્લીશ દારૂ નો જથ્થો રૂ. ૨,૪૭,૮૦૦ ના કિંમનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. જેમાં મેકડોરવેલ્સ નંગ ૩૮૪, રોયલ ચેલેન્જ નંગ ૨૩૯, કુલ બોટલ કિંમક ૨,૪૭,૮૦૦ ધોરાજી પોલીસ કબ્જે કરેલ છે અને આરોપી તરીકે (૧) ભાવેશ ભોજાભાઈ કોડીયાતર (૨) કાના ભોજાભાઈ કોડિયાતર. (આ બંને આરોપી હજી પકડાયા નથી). દારૂની રેડની કામગીરીમાં ધોરાજી પોલીસ સ્ટેશના એચ.એ.જાડેજા પો ઇન્સ, ચદ્રસિંહ વસૈયા પો.કોન્સ, અનિરુધ્ધસિંહ જાલા પો.કોન્સ, સહદેવસિંહચૌહાર પો. કોન્સ, પ્રદીપસિંહ ચુડાસમા પો.કોન્સ વગેરે જોડાયા હતા.
રિપોર્ટર : વિશાલ વડીયાતર, ધોરાજી