હિન્દ ન્યૂઝ, દિયોદર
મળતી માહિતી મુજબ દિયોદરના સોની ગામે આજથી ત્રણ મહિના પહેલા એક 21 વર્ષની યુવતી પોતાની દુકાનેથી ઘર તરફ જઈ રહી હતી ત્યારે લાખણી તાલુકાના ડોડાણા ગામે રહેતો ભરત મણાભાઈ વાઘેલા અન્ય લોકો સાથે ઇકો ગાડી લઈ આવી રસ્તા ઉપરથી યુવતીનું બળજબરીપૂર્વક અપહરણ કર્યું હતું અને ડોડાણા ગામે લઈ જઈ ત્રણ માસ સુધી બળજબરીપૂર્વક ગોંધી રાખી યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યુ હતું જેમાં તારીખ 18-9-2020 ના રોજ ઘરે કોઇ ના હોવાથી યુવતી ત્યાંથી નીકળી ગઈ હતી. જેમાં યુવતી સોની ગામે તેના માતા-પિતાને તે આવી પહોંચતા યુવતી સમગ્ર હકીકત તેના માતા-પિતાને જણાવતા માતા-પિતા યુવતી સાથે દિયોદર પોલીસ મથક ખાતે આવી યુવતીએ લાખણી તાલુકાના ડોડાણા ગામે રહેતો ભરત વાઘેલા વિરોધ ફરિયાદ આપતા દિયોદર પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અપહરણ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અપહરણ કરવામાં આવેલ યુવતી ને ત્રણ માસ સુધી ગોંધી રાખવામાં આવી હતી. જેમાં નરાધમ ઇસમે યુવતી ની મરજી વિરુદ્ધ કાગળો માં સહીઓ કરાવી લગ્ન નોંધણી પણ કરાવવામાં આવી હતી અને લગ્ન નોંધણી ના કાગળો પણ રાખ્યા હતા. જેમાં નરાધમ ઇસમે બચવા માટે લગ્ન નોંધણી પણ કરાવી હોવાનું બહાર આવ્યું છે.
અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર