સણાદર બનાસ ડેરી પાસે ડમ્પર ચાલકે ગફલત ભર્યું ડ્રાઇવિંગ કરી બાઇક ચાલક ને ટક્કર મારતા ઇજા

હિન્દ ન્યૂઝ, દિયોદર

દિયોદર ના સણાદર બનાસ ડેરી પાસે બાઇક અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા બાઇક ચાલક ને ગંભીર ઇજા પોહચી હતી. જેમાં બાઇક ચાલક ને વધુ સારવાર માટે ડીસા ખાતે ખસેડવામાં આવ્યા હતા. દિયોદર સણાદર બનાસ ડેરી પાસે રૈયા તરફ થી આવતું બાઇક ચાલક ને દિયોદર થી રૈયા તરફ જઈ રહેલા ડમ્પર ચાલકે ગફલત ભર્યું ડ્રાઇવિંગ કરી બાઇક ચાલક ને ટક્કર મારતા બાઇક પર સવાર જ્યંતીભાઈ ચૌધરી ને માથા ના ભાગે ગંભીર ઇજા પોહચતા તાત્કાલિક સારવાર અર્થ ડીસા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જે બાબતે ડમ્પર ચાલક ડમ્પર મૂકી ફરાર થઈ જતા દિયોદર પોલીસ મથક ખાતે ઇજા ગ્રસ્ત ના ભાઈ શંકરભાઈ વેલાભાઈ રહે નાણોટા તા કાંકરેજ વાળા એ ફરિયાદ આપતા દિયોદર પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment