નારી વંદન ઉત્સવ
હિન્દ ન્યુઝ, કોડિનાર
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “નારી વંદન ઉત્સવ” ઉજવણી અંતર્ગત “મહિલા સુરક્ષા દિવસ”ની ઉજવણીના ભાગરૂપે કોડીનાર નગરપાલિકા ખાતે સફાઈકર્મી બહેનો માટે ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો હતો.
આ સેમિનારમાં દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી શ્રી એસ. એ. રાઠોડે મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણના મહત્વ પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું, કે, નારી વંદન ઉત્સવનો હેતુ મહિલાઓને સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સશક્ત બનાવી સમાજમાં આત્મવિશ્વાસપૂર્વક આગળ વધવા માટે પ્રેરિત કરવાનો છે.
તેમણે ઉપસ્થિત મહિલાઓને ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ની મુખ્ય જોગવાઈઓ, કાયદાકીય રક્ષણ અને મહિલાઓને મળતા અધિકારો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
