હિન્દ ન્યૂઝ, દિયોદર,
દિયોદર ખાતે શ્રીજી કોમ્પ્લેક્ષ માં અમર હોટલ નું કામકાજ ચાલી રહું છે. જેમાં પાઇપ નાખવા બાબતે ચાર ઈસમો એ ફોરણા ગ્રામ પંચાયત ના સરપંચ અને હોટલ ના વર્કિંગ પાર્ટનર ને ગડદા પાટું નો મારમારવામાં આવતા દિયોદર પોલીસ મથક ખાતે બે મહિલા અને બે પુરુષ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર શ્રી જી કોમ્પ્લેક્ષ માં અમર નામ ની હોટલ નું કામકાજ ચાલી રહું છે. જેમાં આ હોટલ ના કામકાજ નું દેખરેખ રાખતા અને ફોરણા ગ્રામ પંચાયત ના સરપંચ વર્કિંગ પાર્ટનર રાજેશભાઇ નાગજીભાઈ માજીરાણા જે હોટલ પર હતા તે સમય દિયોદર ખાતે રહેતા (૧)ડાહીબેન દશરથભાઈ નાઈ (૨)રણજીત દશરથભાઈ નાઈ (૩)અલ્પેશ દશરથભાઈ નાઈ (૪)હેતલબેન રણજીતભાઈ નાઈ તમામ રહે દિયોદર વાળા હાથ માં ધોકા લઈ આવી હોટલ પર પાઇપો તોડી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં સંજયભાઈ માજીરાણા ત્યાં દોડી આવતા આ તમામ લોકો ને રોકવા માટે પ્રયત્નો કર્યા હતા. જેમાં તમામ લોકો ને સરપંચ ને અપશબ્દ બોલી ગડદા પાટુ નો મારમારવામાં આવતા ઇજા ગ્રસ્ત સરપંચ રાજેશભાઈ માજીરાણા એ દિયોદર પોલીસ મથક ખાતે આવી હોટલ પર નુકશાન કરવા બદલ અને હુમલો કરવા બાબતે પોલીસ ફરિયાદ આપતા દિયોદર પોલીસે બે મહિલા અને બે પુરુષ વિરુદ્ધ ૩૨૩,૨૯૪, (b)૫૦૬,(૨)૧૧૪,૪૨૭ મુજબ ગુન્હો નોંધી આગળ ની તપાસ હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર