હિન્દ ન્યૂઝ, દિયોદર
દિયોદર તાલુકાના સોની ગામમાંથી રાતભેર ગેરકાયદસર બેફામ દોડતા ઓવર લોડ વાહનો બંધ કરાવવા ગ્રામજનોની માંગ પોલીસ નાના વાહન ચાલકો ને મેમો આપીને વાહનો ડીટેઇન કરીને દેખાવ કરતી હોય છે પરંતુ બનાસ નદીના પટમાંથી બેફામ દોડતા રેતી ભરેલી ઓવરલોડ ડમ્પરો નિયમનો ખુલ્લેઆમ ભંગ કરી ને ધજાગરા ઉડાડી રહ્યા છે તે તંત્રને કેમ કેમ દેખાતું નથી. તેવા સ્થાનિક લોકો સવાલ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદીના પટમાંથી રેતી ભરેલા ડમ્પરો ઓવરલોડ ભરીને રાજસ્થાન તરફ લઇ જવામાં આવતા હોય છે. ડમ્પરચાલકો તંત્ર થી બચવા મોટા પ્રમાણ ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર થી વધુ પસાર થઈ રહ્યા છે. તે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ હાલત કફોડી જોવા મળી રહી છે ત્યારે રાતભેર સોની ગામ થી દિવસના 100 વધુ ડમ્પરો ઓવરલોડ રેત ભરીને પસાર થતાં હોય છે. જેથી મોટા ભાગના રસ્તાઓ બિસ્માર હાલત થઈ ગઈ છે. ગામલોકોના જણાવ્યા પ્રમાણે ગેરકાયદેસર રેત ભરીને દોડતાં ડમ્પરો અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે. જ્યારે દિવસ રાત સતત અવારનવાર પસાર થતાં ડમ્પરો થી ધુળ ઉડવાથી ગ્રામજનો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યાં છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા વહેલી તકે ગેરકાયદેસર રેત ભરીને દોડતાં ડમ્પરો સામે કાર્યવાહી કરવામાં આવે નહિ તો ના છૂટકે ગ્રામજનો સાથે મળીને જનતા રેડ કરી ને ડમ્પરો પકડી પાડીને તંત્રને સોપીશું તેવી ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારી છે. હવે જોવાનું રહ્યું છે કે તંત્ર ડમ્પરો ચાલકોને સામે હવે કેવા પગલાં ભરે એ જોવાનું રહ્યું.
રિપોર્ટર : ગંગારામ ચૌહાણ, દિયોદર