હિન્દ ન્યૂઝ, થરાદ,
મહાજન પુરા ગામમા પશુ સારવાર કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમો મહાજન પુરા ના જળ સ્ત્રાવ ના ચેરમેન ધુમડા મફાભાઇ અને મંત્રી અજાભાઈ ની હાજરી માં અને એમના હાથે પશુ માટે ના સાહીઠ કીટોનુ વિતરણ કરવામાં આવ્યું હતું.ડો. રાણાભાઇ એ કોઈ પ્રકારની તકલીફ ધરાવતા પશુઓ ની
સારવાર કરવામાં આવી હતી અને વ્યવસ્થિત રીતે ડો. રાણાભાઈ દ્વારા પશુપાલકો ને સારી અને સુંદર રીતે સલાહ સુચન પણ આપ્યું હતું. આ પશુ સારવાર કેમ્પ માં મહાજન પુરા ના પશુ પાલકો પણ હાજર રહ્યા હતા અને ચેરમેન અને મંત્રી દ્વારા ખુબ જ સારી રીતે કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર : રજની કાન્ત જોષી, થરાદ