રાજકોટ,
રાજકોટ શહેર તા.૨૬.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સેન્ટ્રલ જેલમાંથી જડતી દરમિયાન ૨ મોબાઈલ ફોન અને ૧ ચાર્જર મળી આવ્યા છે. રાજકોટ શહેર સેન્ટ્રેલ જેલમાંથી આ પહેલા પણ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. રાજકોટ સેન્ટ્રેલ જેલમાં હત્યાના ગુનામાં જેલમાં રહેલા સાવંત ઉર્ફે લાલી સંજયભાઈ વાઘેલા નામના કેદી પાસેથી ફોન મળી આવ્યો છે. અન્ય એક ફોન બાથરૂમની દીવાલમાં ઉપરના ભાગે ચાર્જીંગ રાખેલ હાલતમાં મળી આવ્યો હતો. રાજકોટ જીલ્લા જેલમાંથી અવાર-નવાર પ્રતિબંધિત વસ્તુઓ મળી આવતી હોય છે. મોબાઈલ, તમાકુ, બીડી, સિગરેટ વગેરેના પાર્સલ કરેલા દડાના ઘા પણ અનેકવાર આવતા હોય છે. ત્યારે અમદાવાદ જેલર સ્ક્વોડની ટીમે ૨૨ મેના રોજ રાજકોટ જેલમાં દરોડો પાડી ટોઇલેટના પોખરામાં ખાડો કરી છુપાવેલા ૩ અને પાણીં નિકાલની ચોકડીમાં ખાડો કરીને છુપાવેલ ૧ મોબાઈલ બેટરી સાથેના સીમકાર્ડ વગરના કબ્જે કરી. ૬૩ કેદીઓની પૂછતાછ કરી અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ