રાજકોટ,
રાજકોટ શહેર તા.૨૬.૬.૨૦૨૦ ના રોજ ભારત અને ચીન વચ્ચે લશ્કરી સંઘર્ષને પગલે રાજકોટ સહિત રાજયભરમાં ચીની બનાવટના માલનો બહિષ્કાર કરવાની લોકલાગણી બળવતર બની છે. રાજકોટમાં દેશપ્રેમની લહેર અને ચાઈના ચીજોના બહિષ્કારની રીટેઈલ અને હોલસેલના વેપારીઓને જે માલ સ્ટોકમાં પડયો છે. તેના વેચાણની ચિંતા છે. લોકડાઉન માંડ ખુલ્યુ અને નુક્સાનની રીક્વરી થાય તે પહેલા જ ચાઈના માલમાં નુક્સાન વેઠવાની નોબત આવી છે. વેપારીઓનો સૂર છે કે બે મહિના ધંધા બંધ હતા. અને હવે બધુ ખુલી રહ્યું છે. તો અગાઉ ખરીદીને હાથમાં રાખેલો માલ ક્યાં નાખવો. સરકાર શું ન વેંચાયેલા માલનું વળતર આપશે. દેશપ્રેમ પહેલા પરંતુ ખોટખાઈને ધંધો કરવો મુશ્કેલ બન્યો છે. રાજકોટમાં મેઈડ ઈન ચાઈના માલનું વેચાણ કરતા વેપારીઓમાં બહિષ્કાર મામલે ચર્ચા થતી સાંભળવા મળે છે. રમકડાં, કાપડ, ઈલેકટ્રીક ઉપકરણો, મોબાઈલ ફોન, એસેસરીઝ. મેમરી કાર્ડ, બેલ્ટ, પર્સ, સાઈકલ, ગોગલ્સ, ચાર્જર, કેબલ, કટલેરી સહિત નાના, મોટા મશીનરી પાર્ટસ ચાઈના બનાવટના હોય છે. આવી ચીજોની હવે આયાત બંધ કરવામાં આવે તો પણ જે માલ પહેલેથી જ આવી ચૂક્યો છે. તેના વેચાણમાં મુશ્કેલી પડી રહી છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ