કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગીર-સોમનાથ દ્વારા આણંદપર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની  ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ         કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગીર-સોમનાથ અને અબુંજા સિમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ગીર સોમનાથ જિલ્લાના આણંદપરા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે કેવીકેના પાક સંરક્ષણના વિષય નિષ્ણાંત રમેશ રાઠોડ દ્વારા  શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને વિશ્વ પર્યાવરણ દિવસના મહત્વ વિશે વાત કરી હતી. આ તકે પ્રાકૃતિક ખેતી વિશે સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી તેમજ કેવિકેના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા જિતેન્દ્રસિંહે વૃક્ષોનું આપડા જીવનમાં મહત્વ અને ઘર આંગણે શાકભાજીનો બગીચો બનાવી તાજા શાકભાજી મેળવીને તંદુરસ્ત રહેવાની વાત કરી હતી ત્યારબાદ કેવીકેના પાક વિજ્ઞાન…

Read More

હિમાચલ પ્રદેશમાં ૯૯.૮ % પંચાયતોમાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી

હિન્દ ન્યુઝ, ભાવનગર હિમાચલ પ્રદેશમાં અત્યારે ૯૯.૮ % પંચાયતોમાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી લીધી છે. આચાર્ય દેવવ્રતજી ગુજરાત પહેલાં હિમાચલ પ્રદેશમાં રાજ્યપાલ હતા, ત્યારે તેમણે ત્યાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા જનજાગૃતિ અભિયાન આદર્યું હતું. એકેડેમી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, લખનૌ અને રાષ્ટ્રીય કૃષિ વિસ્તાર પ્રબંધન સંસ્થાન, હૈદરાબાદના તાજેતરના એક સર્વેક્ષણ રિપોર્ટમાં જણાવાયું છે કે, પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાથી હિમાચલ પ્રદેશના ખેડૂતોના કૃષિ ઉત્પાદન ખર્ચમાં ૩૬ ટકાનો ઘટાડો થયો છે અને ઉત્પાદનમાં ૮ ટકાની વૃદ્ધિ થઈ છે. ખેડૂતોને રાસાયણિક ખેતીની તુલનામાં ૨૮.૬ ટકા વધારે ફાયદો થઈ રહ્યો છે. ૭૫ % ખેડૂતો…

Read More

આગામી ખરીફ સીઝનમાં પ્રાકૃતિક ખેતી અપનાવીને ગુજરાતને ઝેરમુક્ત કરવા ક્રાંતિ કરીએ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાતમાં મે-૨૦૨૩ સુધીમાં ૫ લાખ, ૩૭ હજાર ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ઘર આંગણે જઈને પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ આપવામાં આવી રહી છે. પ્રાકૃતિક ખેતીના પ્રણેતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આ ખરીફ સીઝનમાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે. આવો, આપણે ગુજરાતને ઝેરમુક્ત કરવા ક્રાંતિ કરીએ. પ્રાકૃતિક ખેતી માટે સતત પ્રયત્નશીલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવનમાં આયોજિત સમીક્ષા બેઠકમાં કૃષિ વિભાગ અને આત્માના અધિકારીઓ સાથે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની સ્થિતિની સમીક્ષા કરી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી માટે…

Read More

૭મી જૂન : પાંચમો વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ‘સ્વચ્છ અન્ન સ્વસ્થ જન’ ના મંત્રને સાકાર કરતું ગુજરાત

હિન્દ ન્યુઝ, ભાવનગર સ્વસ્થ શરીર માટે સલામત અને પૌષ્ટિક ખોરાક ખૂબ જ જરૂરી છે, આજના ભેળસેળ યુક્ત યુગમાં દૂષિત ખોરાક અને પાણીની આરોગ્ય પર થતી અસરો પર ધ્યાન કેન્દ્રિત કરવા સંયુક્ત રાષ્ટ્રસંઘે ૭ મી જૂનને વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને ૭ જૂન, ૨૦૧૯ એ પ્રથમ વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ઉજવવામાં આવ્યો. આ વર્ષે પાંચમો વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ‘ખાદ્ય ધોરણો જીવન બચાવે છે’ (Food Standards Save Lives)ની થીમ પર ઉજવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કંડારેલા વિકાસપથ પર ગુજરાત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ…

Read More

ભવ્ય સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતાં ‘પર્યટન પર્વ’માં રસતરબોળ થયા ગીરસોમનાથના શહેરીજનો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ           ગુજરાત સરકારના રમતગતમ, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી ગીર સોમનાથ દ્વારા વેરાવળ ચોપાટી ખાતે ‘પર્યટન પર્વનું આયોજન થયું હતું. જેમાં શહેરીજનો અનેકવિધ ભાતીગળ વારસો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રસતરબોળ થયા હતાં. આ ‘પર્યટન પર્વ નિમિતે યુવા દિલોના ધબકાર ‘વ્હાલમ‘ જીગરદાન ગઢવીએ ‘મોગલ આવે…‘ ‘રંગાઈ જાને રંગમાં..‘ ‘વ્હાલમ..આવો ને’ જેવા ગીત પર સૂર રેલાવી શ્રોતાઓને ડોલાવ્યા હતા. જ્યારે સ્વર નટરાજ એકેડમી કચ્છ દ્વારા પરંપરાગત લોકનૃત્ય, નટરાજ ગૃપ રાજકોટ દ્વારા મિશ્રરાસ, તાલાળાના સીદી સમુદાય દ્વારા ધમાલ નૃત્ય, શક્તિપરા માલધારી રાસ મંડળ સુરેન્દ્રનગર દ્વારા હુડો…

Read More