કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગીર-સોમનાથ દ્વારા આણંદપર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની  ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

        કૃષિ વિજ્ઞાન કેન્દ્રગીર-સોમનાથ અને અબુંજા સિમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ગીર સોમનાથ જિલ્લાના આણંદપરા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે કેવીકેના પાક સંરક્ષણના વિષય નિષ્ણાંત રમેશ રાઠોડ દ્વારા  શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને વિશ્વ પર્યાવરણ દિવસના મહત્વ વિશે વાત કરી હતી.

આ તકે પ્રાકૃતિક ખેતી વિશે સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી તેમજ કેવિકેના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા જિતેન્દ્રસિંહે વૃક્ષોનું આપડા જીવનમાં મહત્વ અને ઘર આંગણે શાકભાજીનો બગીચો બનાવી તાજા શાકભાજી મેળવીને તંદુરસ્ત રહેવાની વાત કરી હતી ત્યારબાદ કેવીકેના પાક વિજ્ઞાન નિષ્ણાત મનીષ બલદાણિયાએ ખરીફ ઋતુના મહત્વના પાકોની જાતો વિષે સવિસ્તારપૂર્વક માહિતી આપી હતી. કાર્યક્રમને અંતે ઉપસ્થિત સર્વેએ પર્યાવરણ બચાવવા માટેની પ્રતિજ્ઞા લીધી હતી અને કેવીકે તરફથી ઉપસ્થિત સર્વોને ફળાઉ ઝાડના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનુ સફળ આયોજન અને સંચાલન પાક સંરક્ષણના વિષય નિષ્ણાંત રમેશ રાઠોડે કર્યું હતુ. આ પ્રસંગે આણંદપરા ગામના સરપંચ ધનાભાઈ બામણિયા  અને ખેડૂતોએ રસપૂર્વક ભાગ લઈ આ કાર્યક્ર્મને સફળ બનાવ્યો હતો.

Related posts

Leave a Comment