હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર જિલ્લા અને શહેરમાં આગામી તા. ૧૨, ૧૩ અને ૧૪ જૂનના રોજ યોજાનાર શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની તૈયારીઓ અંગે જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાની અધ્યક્ષતામાં જિલ્લા અમલીકરણ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં રૂટ નક્કી કરવા, પ્રવેશોત્સવની કાર્યવાહી, સાંસ્કૃતિક કાર્યક્રમો, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ. પી. બોરિચા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.