મેરી કહાની મેરી ઝુબાની – ખરેડ ગામના નાથાભાઈ જીવાભાઈ પરમારને મળ્યો પી.એમ કિસાન યોજનાનો લાભ, ખેતીમાં ઉપયોગી સાધનો-વસ્તુઓની ખરીદી સરળ બની

હિન્દ ન્યુઝ, ભાવનગર 

સરકારની પ્રજાલક્ષી અને હિતકારી યોજનાઓ દ્વારા સરકાર છેવાડાના માનવીનું જીવન ગુણવત્તાયુક્ત બનાવી રહી છે ત્યારે આપણી અર્થવ્યવસ્થાને ટેકો આપનાર એવા ખેડૂતોની પ્રગતિ માટે સરકાર દર વર્ષે ખેડૂતોને રૂ. ૬૦૦૦ ની રાશિ સીધા એમના બેંક એકાઉન્ટમાં જમા કરાવે છે. 

આવી જ એક યોજના પી.એમ કિસાન યોજના છે. ભાવનગર જિલ્લાના ખરેડ ગામના રેહવાસી નાથાભાઈ જીવાભાઈ પરમારને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. નાથાભાઈ જીવાભાઈ પરમાર ઘણાં વર્ષથી ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ત્યારે આ રકમનાં ટેકા દ્વારા તેઓ ખેતી માટે ખાતર, બિયારણ, જંતુનાશક દવા ઇત્યાદિની ખરીદી કરે છે. 

સરકારશ્રીના આ ટેકા બદલ નાથાભાઈ જીવાભાઈ પરમાર એમનો આભાર વ્યક્ત કરે છે.

Related posts

Leave a Comment