મેરી કહાની મેરી ઝુબાની – ખરેડ ગામના રવજીભાઈ ઢાપાને મળી રહી છે નિક્ષય પોષણ યોજના અંતર્ગત દર મહિને રૂ. ૫૦૦ની સહાય

હિન્દ ન્યુઝ, ભાવનગર

સરકાર ટી.બી મુક્ત ગામ અંતર્ગત નિક્ષય પોષણ યોજના ટી.બી.ના દર્દીઓને સહાય આપે છે. દરેક ટી.બી.ના દર્દીઓને પૌષ્ટિક આહાર માટે દવા ચાલુ રહે ત્યાં સુધી ૫૦૦ રૂપિયાની સહાય દર મહિને સરકાર તરફથી દર્દીના બેંક ખાતામાં સીધા જમા કરવામાં આવે છે. 

આ ઉપરાંત દર્દીઓને દર ૬ મહિને અનાજની કિટ આપવામાં આવે છે જેમાં ગોળ, મગ અને ચોખાનો સમાવેશ થયેલ છે. આવી રીતે સરકાર દ્વારા દર્દીના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રવજીભાઈને પણ આ યોજના અંતર્ગત દર મહિને ૫૦૦ રુપિયા પ્રાપ્ત થઈ રહ્યા છે. 

સરકારની લાગણી બદલ રવજીભાઈ ઢાપા સરકારનો આભાર વ્યક્ત કરે છે.

Related posts

Leave a Comment