મેરી કહાની મેરી ઝુબાની – આયુષ્માન કાર્ડ દ્વારા ખરેડ ગામની બે વર્ષની બાળકીને મળી હૃદયની બીમારી મળી નિઃશુલ્ક સારવાર

હિન્દ ન્યુઝ, ભાવનગર 

મહુવા તાલુકાના ખરેડ ગામમાં રહેતા શ્રીમતી માનુબહેન જેઠવાની બાળકીને હૃદયની બીમારી હોવાનું નિદાન થયું હતું, જેના કારણે આ માતા દીકરીની ગંભીર પરિસ્થિતિથી ખૂબ જ ચિંતિત હતા. ૮ દિવસ ખરેડ ગામની પ્રાઇવેટ હોસ્પિટલ દાખલ કરાવ્યાં બાદ કોઈ નિવારણ આવ્યું નહોતું. તેઓ ત્યારબાદ ભાવનગર જિલ્લાની હોસ્પિટલમાં બાળકીની તપાસ કરાવી ત્યારે તેમને અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલમાં સારવાર લેવા જણાવવામાં આવ્યું હતું.

ત્યારબાદ તેઓ અમદાવાદની યુ.એન મેહતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં ગયા. આ હોસ્પિટલમાં તેમની બે વર્ષીય પુત્રીને આયુષ્માન કાર્ડ અંતર્ગત હૃદયની બીમારીની નિઃશુલ્ક સારવારનો થઇ છે. પ્રથમ બાળકીની નસનું ઓપરેશન થઈ ગયું છે હવે બીજા બે ઓપરેશન બાકી છે.

પ્રાઇવેટ હોસ્પિટલમાં જે સારવાર માટે તેઓને ૪૦ હજાર જેટલો ખર્ચ થવાનો હતો તે હવે આયુષ્માન કાર્ડ થકી તેમને નિઃશુલ્ક પ્રાપ્ત થઈ રહ્યો છે.

આયુષ્માન કાર્ડ થકી તેમના પુત્રીને નવજીવન મળ્યું છે તે બદલ તેઓ સરકારનો હૃદયપૂર્વક આભાર માને છે.

Related posts

Leave a Comment