રાજકોટ શહેર પુખ્તવયની યુવતીને પ્રેમ ઝાળમાં ફસાવી દુષ્કર્મ આચરી ગભૅ રાખી જાનથી મારી નાખવાની ધમકી

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૨.૪.૨૦૨૦ ના રોજ એક પુખ્તવયની યુવતિ બી-ડિવીઝન પોલીસ મથકમાં પહોંચી હતી. તેણીએ પોતાના પેટમાં ગર્ભ હોવાની અને પ્રેમીએ લગ્નની લાલચ આપી દૂષ્કર્મ આચર્યા બાદ હવે ગર્ભ પોતાનો નથી. તેમ કહી લગ્નની ના પાડી દીધાનું જણાવતાં ફરિયાદ નોંધાવી હતી. યુવતીની ફરિયાદ પરથી મુળ વંથલીના સાંતલપુરના અને હાલ કુવાડવાની વાંકાનેર તરફ જતાં રોડ પર પ્લાસ્ટીકની પટ્ટીના કારખાનામાં કામ કરી ત્યાં રહેતાં ક્રિષ્ના ઉર્ફ કકન નાથાભાઇ વાણવી નામના શખ્સ સામે ગુનો નોંધ્યો છે. લોકડાઉન જાહેર થયું એ પહેલા તે વતન જતો રહ્યો હોવાથી તેની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે. દોઢેક વર્ષ પહેલા યુવતિ અને તેનો પરિવાર જુનાગઢ શિવરાત્રી મેળામાં ગયો ત્યારે ક્રિષ્ના ઉર્ફ કકન સાથે ઓળખાણ થઇ હતી. તે કુવાડવાના કારખાનામાં રહી કામ કરતો હોઇ અને યુવતિ રાજકોટ રહેતી હોઇ મેળાની મુલાકાત આગળ વધી હતી. અને એ પછી બંને વચ્ચે પ્રેમ થયો હતો. બંનેએ મળવાનું પણ શરૂ કર્યુ હતું. યુવાને પોતે લગ્ન કરી લેશે તેમ કહી પરાણે શરીર સંબંધ બાંધી લીધા હતાં. એ દરમિયાન યુવતિને ગર્ભ રહી ગયો હતો. પાંચેક મહિના પહેલા યુવતીના ઘરે સમગ્ર મામલાની ખબર પડતાં પુછતાછ કરતાં તેણીએ આ ક્રિષ્ના ઉર્ફ કકન થકી ગર્ભ રહી ગયાની વાત કરી હતી. પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment