રાજકોટ શહેર માનવ સેવાની અખંડ જયોત જલાવતુ.”દીકરાનું ઘર”વૃધ્ધાશ્રમનો અવિરત સેવાયજ્ઞ

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૨.૪.૨૦૨૦ ના રોજ રાજકોટથી ૧૪ કિમી. દુર લોધિકા તાલુકાના ઢોલરા ગામે સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટનું લાડકું પ્રકલ્પ ‘દીકરાનું ઘર’ હાલ ૫૫ તરછોડાયેલા અને નિરાધાર માવતરોની સેવા કરી તેની ટાઢક આપી રહ્યું છે. છેલ્લા ૨૨ વર્ષથી સામાજિક, સાંસ્કૃતિક, રચનાત્મક, માનવતાવાદી અને શૈક્ષણિક પ્રવૃતિમાં અગ્રેસર ‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમ હાલ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં જરૂરીયાતમંદ ગરીબ પરિવારોની ચિંતા કરી તેને મદદ કરી રહ્યું છે. આ અંગેની માહિતી આપતા સંસ્થાના મુકેશ દોશી, અનુપમ દોશી તેમજ ઉપેન મોદીએ જણાવ્યું છે કે રાજકોટએ સેવાની નગરી છે. ત્યારે ‘દીકરાનું ઘર’ દ્વારા છેલ્લા ૨૭ દિવસથી રોજ ૩૦૦ લોકોનું પેટ ઠારવાનું ભગીરથ કામ કરી રહ્યું છે. સંસ્થા દ્વારા રોજ ૩૦૦ લોકોને ભોજન પુરું પાડવામાં આવે છે. આ અંગેની વિશેષ માહિતી આપતા સંસ્થાના ડો.નિદત બારોટ, સુનીલ વોરા, કિરીટ આદ્રોજા તેમજ નલીન તન્નાએ જણાવ્યું છે કે આવી પડેલ આપતીને અવસરમાં ફેરવવાનો એક મોકો સમાજને મળ્યો છે. ત્યારે ‘દીકરાનું ઘર’ પરિવાર દ્વારા ૨૦૦થી વધુ જરૂરતમંદ પરિવારોને રાશન કીટ તેમજ અત્યંત ગરીબ પરિવારના ૫૦ જેટલા થેલેસેમિક બાળકોને જરૂરીયાત મુજબ રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

 

Related posts

Leave a Comment