રાજકોટ શહેર પારેવડી ચોક ખાતે બેંકોની બહાર લોકોની લાંબી લાઇન લાગી છે. જન ધન ખાતા માંથી પૈસા ઉપાડવા માટે લાંબી લાઈન

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૨.૪.૨૦૨૦ ના રોજ સવારે ૮.૦૦ વાગ્યેથી પારેવડી ચોક પાસે, બેંકોની બહાર લાગી લાંબી લાઇન લોકો પોતાના જન ધન ખાતા માંથી પૈસા ઉપાડવા માટે લાગ્યા લાઈનમાં મુખ્યમંત્રીએ જાહેરાત કરી હોય એક-એક વ્યક્તિના ખાતા દીઠ ૧૦૦૦ રૂપિયા નાખવામાં આવશે. જેને લઇને લોકોમાં બેંકોની બહાર લાંબી લાઈનો લાગી જવા પામી છે. લાંબી લાઈનો ના પગલે કોઈ જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સ નું પાલન થતું નથી. કોઈ એ માસ્ક પહેરેલ છે. અથવા તો નથી હાલમાં કોરોના વાયરસના લીધે સમગ્ર રાજ્યમાં એક ભયનો માહોલ જોવા મળ્યો છે. જંગલેશ્વર હોટસ્પોટ જાહેર થવાને પગલે રાજકોટમાં કરફયૂનો માહોલ જોવા મળ્યો છે. તેવામાં બેંકની બહાર પૈસા ઉપાડવા માટે મધ્યમ વર્ગના લોકો લાંબી વાહનોની કતારો માં ઉભા જોવા મળ્યા છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment