ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ અંતર્ગત વધુ બે  આવાસ યોજનાઓને IGBC  દ્વારા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ અને મોમેન્ટો એનાયત

હિન્દ ન્યુઝ, રાજકોટ 

તાજેતરમાં જ યોજાયેલ  ગ્રીન બિલ્ડીંગ કોંગ્રેસ દ્વારા ૨૦ થી ૨૨ ઓક્ટોબર-૨૦૨૨ દરમિયાન હૈદરાબાદ ખાતે ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવેલ. જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ ૫ આવાસ યોજનાઓને ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (IGBC) દ્વારા IGBC મેમેન્ટો આપવામાં આવેલ છે. ઉપરાંત વધુ આવાસ યોજનાને ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (IGBC) દ્વારા IGBC મેમેન્ટો આપવામાં આવેલ તેમ મેયર ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, હાઉસિંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરા, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલએ જણાવ્યું હતું.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં ૩૨,૩૪૫ આવાસોની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. આવાસ યોજનાઓ ઇન્ટીગ્રેટેડ ઇન્ક્લુંઝીવ પ્રકારની બનાવવામાં આવેલ છે. જેમાં આવાસોની સાથે ૭ આંગણવાડીઓ તેમજ ૫૬૦ દુકાનોનું નિર્માણ પણ કરવામાં આવેલ છે. જેથી નાગરિકોને રોજ-બરોજની જીવન જરૂરિયાતની વસ્તુઓ નજીકના વિસ્તારમાં મળી રહે. છેલ્લા ૫ વર્ષ દરમિયાન દુકાનોના વેચાણથી મહાનગરપાલિકાને  આશરે રૂ. ૪૦ કરોડની આવક થયેલ છે.

        રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવતી આવાસ યોજનાઓમાં ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટને આધારિત આયોજન કરવામાં આવે છે. જેમાં ઉર્જાના સામાન્ય ઉપયોગ માટે સોલાર PV સીસ્ટમ, વરસાદી પાણીના બચાવ માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ, ઘરમાં આરામદાયક વાતાવરણ જળવાય રહે તે માટે બહારની બાજુએ કેવીટી વોલ (પોલાણવાળી દિવાલ) ની સુવિધા, કોમન લાઈટીંગ માટે LED બલ્બનો ઉપયોગ, કન્સ્ટ્રકશન વેસ્ટને બાંધકામના જુદા જુદા પ્રકારમાં પુનઃઉપયોગ વિગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ સીસ્ટમના કારણે મહત્તમ સમય દરમ્યાન વરસાદી પાણીના થયેલ જળ સંચયનો ઉપયોગ થઇ શકે. તેમજ ચણતર માટે AAC બ્લોકસનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત બિલ્ડીંગનું ઓરીએન્ટેશન ઉત્તર-દક્ષિણ દિશા તરફનું રાખવામાં આવેલ છે અને તમામ આવાસોમાં ક્રોસ વેન્ટીલેશન રાખવામાં આવેલ છે. જેથી આવાસમાં હવા ઉજાસ બની રહે.

ઉપરોક્ત વિગતે વધુમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ નીચે મુજબની આવાસ યોજનાઓને ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (IGBC) દ્વારા IGBC મેમેન્ટો આપવામાં આવેલ છે.

ક્રમ ટાઉનશીપનું નામ વિસ્તાર આવાસોની સંખ્યા આવાસોનો પ્રકાર
શિવ ટાઉનશીપ સેલેનીયમ હાઈટ્સની સામે, મવડી થી પાળ ગામ રોડ, રાજકોટ, ટી.પી. ૨૭, એફ.પી. ૪૧A ૮૬૪ LIG (૨ BHK)
મીરાબાઈ ટાઉનશીપ સેલેનીયમ હાઈટ્સની સામે, મવડી થી પાળ ગામ રોડ, રાજકોટ, ટી.પી. ૨૭, એફ.પી. ૪૮A ૨૭૨ MIG (૩ BHK)

Related posts

Leave a Comment