વિરલ યોગ સેન્ટર – અંજાર(કરછ) ની ટીમે નેશનલ (ઇન્ડિયા) લેવલે વગાડ્યો ડન્કો સતત ૧૦ કલાક ૧૨,૮૭૯ સૂર્યનમસ્કાર કર્યા અને ભાસ્કર એવોર્ડ જીત્યો

હિન્દ ન્યુઝ, ભુજ

અખિલ ભારતીય યોગ સંઘ દ્વારા આયોજિત ભાસ્કર એવોર્ડ – ઓલ ઇન્ડિયા ગૃપ સૂર્ય નમસ્કાર ચેમ્પિયનશીપ-૨૦૨૨ કચ્છ-ગુજરાત માં સ્થિત અંજારના વિરલ યોગ સેન્ટરની ટીમએ હાંસિલ કર્યો છે. ટીમના સાત ખેલાડીઓ વિરલભાઈ આહિર (વર્લ્ડ રેકૉર્ડ હોલ્ડર), દ્રષ્ટિબેન આહિર, મમતાબેન નેગાન્ધી, જાગૃતિબેન ભાટિયા, હેતલબેન આહિર,કૌશિકભાઈ આહિર, ધૈર્યભાઈ દવે એ મળીને સતત દસ કલાકમાં ૧૨,૮૭૯ સૂર્ય નમસ્કાર કર્યાં. વિરલ યોગ સેન્ટરના સાધકો એન કેવળ જિલ્લા સ્તરીય, રાજ્ય સ્તરીય હરીફાઈઓમાં ડંકો વગાડ્યો છે પણ નેશનલ લેવલ હરીફાઈ જીતી અંજાર, કચ્છનું નામ અગ્રેસર કર્યું છે.

વિરલ યોગ કેન્દ્રના પરિવાર તરફથી તમામ ભાઈઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ૨૮ નવેમ્બર ૨૦૨૧ ના રોજ, કરછ અને રાજકોટમાં સમગ્ર ગુજરાત લેવલની ચેમ્પિયનશિપ જીતીને વિરલ યોગ કેન્દ્રનું નામ રોશન કર્યું હતું, અને આજે સમગ્ર ભારતમાં નેશનલ લેવલ ની ચેમ્પિયનશિપ જીતીને અંજાર કરછનું ગૌરવ વધાર્યું છે.

Related posts

Leave a Comment