અમરેલી કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, અમરેલી

લોકોના મોટાભાગના પ્રશ્નોનો સ્થાનિક કક્ષાની તાલુકા સંકલન બેઠકમાં નિકાલ કરવા કલેક્ટરએ અધિકારીઓને તાકીદ કરી સંકલનમાં ચર્ચાયેલ પ્રશ્નોનું ફોલોઅપ નિયમિતપણે લેવા કલેક્ટરની અધિકારીઓને સૂચના

અમરેલી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના લોકપ્રતિનિધિઓ દ્વારા તાલુકાના વિવિધ ગામોના વિકાસલક્ષી કામોની સંકલન તથા ફરિયાદ સમિતિના પ્રશ્નોને જિલ્લા કલેકટર સમક્ષ રજુ કરાવામાં આવ્યા હતા. બેઠકમાં કલેક્ટરએ લોકપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોને ગંભીરતાથી લઈ તાત્કાલિક અને કાયમી ધોરણે નિરાકરણ લાવવા અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી એક થી વધુ વિભાગો સાથે સંકળાયેલ પ્રશ્નો બાબતે પરસ્પર સંકલન અને વ્યવહારુ અભિગમ અપનાવી લોકોના પ્રશ્નો ઉકેલવા કેટલાક રચનાત્મક સૂચનો કર્યા હતા. ગ્રામ્ય અને તાલુકા કક્ષાના મોટા ભાગના પ્રશ્નોનો જો સ્થાનિક કક્ષાએ નિકાલ થશે તો જિલ્લા કક્ષાની બેઠકમાં પ્રશ્નોનું ભારણ ઘટશે. તાલુકા કક્ષાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક સમયાંતરે યોજવા સબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. બેઠકમાં રેલવે, સિંચાઈ, પાણી, જમીનની ફાળવણી, વીજળીને લગતા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. કલેક્ટરએ ચર્ચાયેલ લોકપ્રતિનિધિઓના પ્રશ્નોનું ફોલોઅપ નિયમિતપણે લેવા અમલીકરણ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. તેમજ બાકી વિકાસકાર્યો ગુણવત્તાયુક્ત અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું. તાજેતરમાં વિવિધ વિભાગોમાં અધિકારીઓની બદલી-બઢતી થતા અમરેલી જિલ્લામાં નવી નિમણુંક પામેલા અધિકારીઓએ પોતાનો પરિચય આપ્યો હતો. બેઠકમાં સાંસદ નારણભાઈ કાછડીયા, ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમ્મર, ધારાસભ્ય અંબરીશભાઈ ડેર, જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ, નાયબ વન સંરક્ષક અંશુમન શર્મા, નાયબ વન સંરક્ષક સુ પ્રિયંકા ગેહલોત, નિવાસી અધિક કલેક્ટર આર. વી. વાળા, ડીઆરડીએ નિયામક વિશાલ સક્સેના, નાયબ કલેકટર આર. આર. ગોહિલ, નાયબ કલેક્ટર કે. એસ. ડાભી તેમજ પોલીસ, માર્ગ અને મકાન, પંચાયત, એસ.ટી., શિક્ષણ અને આરોગ્ય જેવા વિવિધ ખાતાઓના અધિકારીઓ તથા સંકલન અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment