હિન્દ ન્યુઝ, રાજકોટ
મ્યુનિ. કમિશ્નર અમીત અરોરાના આદેશાનુસાર ટાઉન પ્લાનીંગ ઓફિસરશ્રી એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ તા.૨૯/૧૨/ર૦રર ના રોજ ટાઉન પ્લાનીગ સ્કીમ નં.૨૨-રૈયા તથા ૨૧-મવડીના અમલીકરણના ભાગરૂપે તથા રાજકોટ મહાનગરપાલિકાને પ્રાપ્ત થતા અનામત પ્લોટમાં થયેલ ગેરકાયદેસર દબાણ/બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૭૯૪.૦૦ ચો.મી.ની અંદાજીત ૧૦ કરોડ ૨૯ લાખની જમીન ખુલ્લી કરાવેલ છે. જેની વિગતો નીચે મુજબ છે.
ક્રમ | વોર્ડ | વિસ્તાર | દબાણની વિગત | દબાણ દુર કરેલ જમીનનું ક્ષેત્રફળ
(ચો.મી.) |
ભાવ પ્રતિ ચો.મી. | ખુલ્લી કરાવેલ જમીનની અંદાજીત કિંમત |
૧ | ૧ | ડ્રીમસીટી સામે, મારવાડીવાસ મે. રોડ, રૈયાધાર, રૈયા. | ઓરડી | ૪૦.૦૦ | ૬૦,000/- | ૨૪,૦૦,000/- |
૨ | ૧ | શ્રી વૈભવભાઈ કક્કડ, કક્કડ હાઉસ, ૧૫૦’ રીંગ રોડ, ધ કો.ઓ. રાજબેંક, ધરમનગર, પરફેક્ટ ઓટો સર્વિસ પાસે, રાજકોટ |
રસ્તા પર પતરા
|
૬૦.૦૦ | – | – |
૩ | ૯ | શિવ કટલેરી તથા ખોડીયાર ઇમિટેશન રાજ કોમ્પલેક્ષ, શાંતિનિકેતન પાર્ક, નાણાવટી ચોક, રૈયા |
માર્જીનમાં છાપરા | ૦૮.૦૦ | – | – |
૪ | ૧૧ | શ્રી જયેશભાઈ સોરઠીયા નાગબાઈ સોસાયટી સામે, ૪૦’ સિમેન્ટ રોડ નાં છેડે, બાપાસીતારામ ચોક, મવડી |
રહેણાંક હેતુના મકાનનું સીલ લેવલનું બાંધકામ | ૯૦૦.૦૦ | ૫૫,000/- | ૪,૯૫,૦૦,૦૦૦ |
૫ | ૧૨ | શ્રી શૈલેષભાઈભાઈ જાદવ, પ્રમુખ નગર શેરી નં. ૪, મવડી | ઓરડી તથા કમ્પાઉન્ડ વોલ | ૮૫૦.૦૦ | ૬૦,000/- | ૫,૧૦,૦૦,૦૦૦ |
૬ | ૧૨ | શ્રી મંજુબેન ,નોર્થ એન્ગલ પાસે, આંબેડકર નગર ચોક, ૧૫૦’ રીંગ રોડ, મવડી | રસ્તા પૈકીની જગ્યા પર ધાર્મિક હેતુનું બાંધકામ | ૫.૦૦ | – | – |
કુલ | ૧૮૬૩.૦૦ | 10,૨૯,00,000/- |
આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા વેસ્ટ ઝોનના અધિકારીશ્રી આસી. ટાઉન પ્લાનર એમ. આર. મકવાણા, શ્રી આર. એમ. વાછાણી તથા વેસ્ટ ઝોનનો તમામ ટેકનીકલ સ્ટાફ, જગ્યા રોકાણ શાખાનો સ્ટાફ, રોશની શાખાનો સ્ટાફ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.