“કોરોનાની મહામારીના સમયે વેક્સિનેશન માટે લોકો માં મોટાપાયે જનજાગૃતિ લાવવા નાયબ કલેકટર ની હાજરીમાં ડભોઇ નગરમાં સરકારી વહીવટીતંત્ર દ્વારા રોડ શો યોજાયો”

હિન્દ ન્યૂઝ, ડભોઈ

હાલમાં ચાલતી કોરોનાની મહામારી સમયે લોકોના સુરક્ષિત સ્વાસ્થ્ય માટે સરકારી તંત્ર દ્વારા મોટા પાયે રસીકરણ નો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. જેમાં વડોદરા જિલ્લો રસીકરણ બાબતે સૌથી આગળ ચાલી રહ્યો છે. તેવામાં ડભોઇ નગરનાં નગરજનો સરકાર દ્વારા આયોજિત આ રસીકરણના કેમ્પનો મોટા પાયે લાભ લે અને નગરજનોમાં રસીકરણ બાબતે જનજાગૃતિ આવે તેવા ઉમદા હેતુથી ડભોઇ નગરના સરકારી વહીવટીતંત્ર દ્વારા નાયબ કલેકટર શિવાની ગોયલ ની અધ્યક્ષતા માં અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ડભોઈ નગરના ટાવર ચોક થી હીરા ભાગોળ સુધી ડભોઇ ના મુખ્ય માર્ગો ઉપર રોડ શો યોજાયો હતો. આ રોડ શો દરમિયાન લાઉડ સ્પીકર વડે લોકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

સરકાર દ્વારા કોરોના વેક્સિન નાગરિકોને તદ્દન મફત મૂકી આપવામાં આવે છે ૬૦ વર્ષ થી વધુ ઉંમરના તમામ નાગરિકોને તેમજ 45 થી 60 વષૅની ઉમર ધરાવતા અને ગંભીર પ્રકારની બિમારી ધરાવતા હોય જેવી કે ડાયાબિટીસ, બી.પી અને અન્ય કોઇ ગંભીર બિમારી હોય એવા નગરજનોને પ્રાથમિકતા આપીને કોરોના રસી મૂકી આપવા માટે ડભોઇ નગરમાં વિવિધ સ્થળોએ રસી માટેના કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. આ કેમ્પમાં વહેલો તે પહેલોના ધોરણે રસી મૂકી આપવામાં આવે છે અને આ રોડ શો દ્વારા સરકારી તંત્ર દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટે લોકોને જણાવવામાં આવ્યું હતું કે નાઞરીકો પોતે તેમજ પોતાના પરિવારને સુરક્ષિત રાખવા માટે આ રસીકરણ ખૂબ જ જરૂરી છે તે વાત પણ કહેવામાં આવી હતી. તેમજ આ રસી દ્વારા કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી તે વાતનો પણ બહોળો ફેલાવો કરવામાં આવ્યો હતો. આ રોડ શો દરમિયાન ડભોઇના નાયબ મામલતદાર, નગરપાલિકાના ચીફ ઓફિસર, ડભોઇના પી.આઈ, નગરપાલિકાના પ્રમુખ, અન્ય ઉચ્ચ અધિકારીઓ, પોલીસ તંત્ર ના જવાનો, સરકારી કર્મચારીઓ અને ભાજપ અગ્રણીઓ ડૉ.બી.જે.બ્રહ્મભટ્ટ, અશ્વિનભાઈ વકીલ, ડોક્ટર સંદિપભાઈ શાહ સહિત ના નગરના આગેવાનો મોટી સંખ્યામાં રોડ શો માં જોડાયા હતા.

રિપોર્ટર : રાજેશ વાણંદ ડભોઈ

Related posts

Leave a Comment