“ભારત સરકારના ડેપ્યુટી સ્પીકર- અમદાવાદના સાંસદ ડૉ. કિરીટ સોલંકી કેવડિયા ખાતે નેશનલ women’s football સ્પર્ધા ના અધ્યક્ષ પણ આ હેઠળ રોડ માગે જઈ રહ્યા હતા ત્યારે ડભોઇ વેગા ચોકડી ખાતે વિનોદ સોલંકી ની શુભેચ્છા મુલાકાત

હિન્દ ન્યૂઝ, ડભોઈ

ભારત સરકારના ડેપ્યુટી સ્પીકર અમદાવાદના સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી કેવડિયા ખાતે નેશનલ women’s football સ્પર્ધા ના અધ્યક્ષ આ હેઠળ રોડ માગે જઈ રહ્યા હતા ત્યારે ડભોઇ વેગા ચોકડી પાસે આમંત્રણને માન આપી વિનોદ સોલંકી ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રવાદી યુવા કિસાન સંગઠન ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના પદાધિકારી, લઘુમતી મોરચાના પદાધિકારી, આઇટી સેલના પદાધિકારી વિગેરે તમામ પદાધિકારીઓ એ ભારત સરકારના ડેપ્યુટી સ્પીકર નું ફૂલહારથી સન્માન કર્યું હતું. જેમાં રાષ્ટ્રવાદી યુવા કિસાન સંગઠન ના રાષ્ટ્રીય મહામંત્રી – મોરચાના પ્રમુખ વડોદરા જિલ્લાના વિનોદ સોલંકીએ રજૂઆત કરી હતી કે ડભોઇ રેલવે જંકશન બ્રોડગેજ માં રૂપાંતર થતાં ડભોઇ શહેરની આજુબાજુ ની પ્રજાને દિલ્હી કે મુંબઈ જવું હોય તો ડભોઇ રેલવે જંકશન ખાતે તમામ સુવિધા પ્રાપ્ત થાય ‌ ટીકીટ ડભોઇ થી મળે અને ડભોઇ થી બેસે તે મુજબનું આયોજન કરવા અને ટ્રેન દસથી પંદર મિનિટ ડભોઇ રેલવે સ્ટેશને ટ્રેન ઉભી રહે છે.

પરંતુ મુસાફરોને ટ્રેનમાં બેસવા નથી દેતા કે ઉતાર પણ નથી દેતા ડભોઇ ને કોઈ નવીન ઉદ્યોગ મળે તે માટે પણ આપ ને નમ્ર વિનંતી કરી હતી. દસ હજાર લોકો અલગ અલગ જગ્યાએ ડભોઇ થી તેમના જીવનનિર્વાહ અને રોજગારી માટે બહાર અપડાઉન કરે છે તે મુજબની રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે વડોદરા જિલ્લા આઈટી સેલ પ્રમુખ વિજય ભાઈ ગોહિલ, વડોદરા જિલ્લા લઘુમતી મોરચા પ્રમુખ હસનભાઈ મન્સુરી, વડોદરા જિલ્લા ભાજપ મહામંત્રી ડો. બી.જે બ્રહ્મભટ્ટ, મંત્રી ડો. મહેન્દ્રભાઈ પટેલ, શહેર મહામંત્રી અમિત સોલંકી, ઈકબાલભાઈ લાઠી તેમજ હનીફ ભાઈ વડેસિયા આઇટી સેલના મહામંત્રી કૃણાલ સોલંકી વિગેરે અગ્રણી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ મિત્રો નો આભાર વ્યક્ત કરી રોડ માર્ગે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા રવાના થયા હતા.

રિપોર્ટર : જબીઉલ્લા શેખ, ડભોઈ

Related posts

Leave a Comment