વંથલી માંથી 2 મુન્નાભાઇ એમબીબીઍસ ઝડપાયા

વંથલી

ડિગ્રી વાળા આટા મારે ને ડિગ્રી વગરનાઓને લીલાલહેર….

ભારત મા બેરોજગારી ભરડો લઈ ગઈ છે, હક્ક માગતા યુવાનો પર પોલિસ દ્વારા બેફામ લાઠી ચાર્જ કરવામા આવી રહ્યો છે… એન્જિનિયરિંગ ડિગ્રી વાળા બેરોજગારો પટ્ટાવાળા ની ભરતી ની લાઇન મા લાગ્યા છે ત્યારે વગર ડિગ્રી વાળાઓને જલસા છે.. રોજ 2-5 હજાર કમાઇ પણ લે છે..

વાત છે જુનાગઢ જિલ્લા ના વંથલી તાલુકા ની… ગઇ કાલે આરોગ્ય ટીમે વંથલી ના કણઝા ગામે રેઇડ કરી બે ડિગ્રી વગર ના ડોકટરો ને ઝડપી પાડ્યા છે… બાબુલાલ રુગનાથ દેવમુરારિ અને હરેશ કનુભાઇ સોલંકિ નામના બંને ડિગ્રી વગરના તબીબો વંથલી ના કણઝા ધાર ખાતે દવાખાનુ નાખી દર્દીઓની સારવાર કરતા હતા.. આ ડોકટરો પાસે થી અનેક એક્સપાયર થયેલી દવાઓનો જથ્થો ઝડપાયો હતો. તાલુકા હેલ્થ ઓફિસર કે.કે.બગડા અને ટીમ દ્વારા આ સમગ્ર રેઇડ કરવામા હતી. હાલ વંથલી પોલિસે ઔષધ અભ્યાસ અધિનિયમની અલગ અલગ કલમો હેઠળ ગુન્હો નોંધી બંને તબીબોની આકરી પૂછપરછ કરી રહી છે…

અત્રે ઉલ્લેખનિય છે કે આ ઘટનાથી વંથલી તાલુકાના તમામ ડિગ્રીવગરના તબીબોમા ભય પેસી ગયો છે.. લોકો દ્વારા પણ આવા તબીબો ની માહિતિ આરોગ્ય વિભાગને આપવામા આવે અને લોકો ના આરોગ્ય સાથે ચેડા કરતા આવા તબીબોને જેલના સળિયા પાછળ ધકેલવામા તંત્રને મદદરૂપ થાય તે જરુરી છે..

જગદીશ યાદવ જૂનાગઢ

Related posts

Leave a Comment