થરાદમાં દશામાના મંદિરે ભરાતો મેળો બંધ રાખવામા આવેળ છે ……

થરાદ,

શેણલનગર સોસાયટી રાજપૂત વાસ માં આવેલ શેણલ માતાના મંદિર પાસે દશામાતા ના મંદિરે દશામાના વ્રત શરૂ થયેલ છે. વર્તમાન સમયમાં કોરોનાનો કહેરનું સંક્રમણ દિન પ્રતિદિન વધતું જાય છે, જોકે મહામારીનું સંક્રમણ ન ફેલાય તે માટે મેળાઓ તેમજ જાહેર કાર્યક્રમો બંધ રાખવા જીલ્લા કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, ત્યારે દરવર્ષે દશામાના મંદિરે ભરાતો મેળો આ વર્ષે મોકૂફ રખાયો હતો. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે થરાદમાં દશામાના મંદિરે અષાઢ માસને અમાવસના દિવસે ભરાતો મેળો મોકૂફ રાખવામાં આવ્યો હતો, જોકે દશામાના મંદિરે ભવ્ય દશામાની મૂર્તિની પધરામણી કરવામાં આવતી હતી પરંતુ આ વર્ષે કોરોના વાયરસના સંક્રમણને લીધે દશામાના મંદિરે મૂર્તિ બનાવાઈ નથી. અષાઢ માસના અમાવસ્યાના દિવસેથી દશામાના દસ દિવસના વ્રત ચાલુ થતા હોઈ દશામાના મંદિરે દર્શન કરવા આવતા ભક્તો માટે સેનેટરાઈઝ સહિત મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી દર્શનનો લહાવો લેવા અનુરોધ કરાયો છે, જોકે વીસ વર્ષથી થરાદમાં દશામાના મંદિરે ભરાતો મેળો આ વર્ષે કોરોના સંક્રમણથી બંધ હોઈ પ્રથમવાર મેળો મોકૂફ રખાયો હોવાનો ઈતિહાસ સર્જાશે.
દશામાના વ્રત ના દસ દિવસ પૂર્ણ થાય બાદ દશામાની મૂર્તિ પધરાવવા માટે ની વાવ ની વ્યવસ્થા દશામા ના મંદિર માં ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવેલી છે તો દરેક દશામા ના ભક્તોએ દશામાના વ્રતની પૂર્ણાહુતિ થાય ત્યારબાદ દશામા ના મંદિર માં આવી દશામાની મૂર્તિને પધરાવી. કોઈપણ જગ્યાએ દશામાની મૂર્તિ પધરાવી નહિ, દશામા ના પુજારી તેમજ ટ્રસ્ટીઓ દ્વારા ભક્તોને અનુરોધ કરવામાં આવ્યો છે .

 

રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment