રાજ્ય સરકારના નિર્ણય સામે હવે ખાનગી શાળાના સંચાલકોના ઓનલાઇન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય કર્યો

રાજકોટ,

રાજકોટ શહેર 22-07-2020 ના રોજરાજ્ય સરકારના શિક્ષણ વિભાગે પણ સ્કુલોને ફી ઉઘરાવવા માટે મનાઇ ફરમાવતો ઠરાવ કર્યો છે. જેની સામે ખાનગી શાળાના સંચાલકોના મહામંડળે વાંધો ઉઠાવ્યો છે. છેલ્લા 2 મહિનાથી વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવતુ હતું તે બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ખાનગી શાળાના સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડએ સવાલ કરતા કહ્યું છે કે ફી ન ઉઘરાવવાની હોય તો ઓનલાઇન શિક્ષણ કેવી રીતે આપીએ. કોરોનાની મહામારી વચ્ચે શાળાઓ દ્વારા અપાતા ઓનલાઇન શિક્ષણ અને ખાનગી શાળાઓ દ્વારા ફી વસૂલવામાં આવતી હતી. જેને લઇને વાલીઓ દ્વારા આંદોલન પણ કરવામાં આવ્યું હતું. જેની સામે હાઇકોર્ટે ફટકાર લગાવી હતી. અને શાળા ન ખૂલે ત્યાં સુધી ફી ન લેવા માટે આદેશ કર્યો છે. પરત લેવાની થતી ફીની રકમ શાળાએ વાલીને સરભર કરીને આપવાની રહેશે. શિક્ષણ વિભાગે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે, જે સેવાઓ શાળા આપતી નથી તેની ફી વસુલી શકાશે નહિ.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment