ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારી આર. કે. મહેતાનાં અધ્યક્ષસ્થાને ‘ડિસ્ટ્રિક્ટ ઇન્ટેલિજન્સ કમિટી’ની બેઠક યોજાઇ

લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૪

હિન્દ ન્યુઝ, ભાવનગર 

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આર. કે. મહેતાનાં અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ ઇન્ટેલિજન્સ કમિટીની કલેકટર કચેરી ખાતે ખાસ બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આર. કે. મહેતાએ વિવિધ વિભાગોના અધિકારીઓને વિવિધ સૂચનાઓ આપી હતી.

આ ઉપરાંત ગેરકાયદેસર રોકડ અને નશીલા પદાર્થો સહિતની બાબતો પર દેખરેખ રાખવા તથા ECI ની SOP મુજબ અમલવારી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી હતી.

આ તકે બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જી. એચ.સોલંકી, પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ, નાયબ વન સંરક્ષક સાદીક મુંજાવર, નિવાસી અધિક કલેક્ટર એન. ડી. ગોવાણી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડો. આર. એન. ચૌધરી વિવિધ નોડલ અધિકારીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

Related posts

Leave a Comment