મહુવાનાં ખરેડ ગામે લાભાર્થીઓને ઘર આંગણે આયુષ્માન કાર્ડ તથા આભા કાર્ડ જનરેટ કરવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, ભાવનગર

સમગ્ર રાજ્યમાં ચાલી રહેલ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકાનાં ખરેડ ગામે આવી પહોંચતા ઢોલના નાદ સાથે સંકલ્પ રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભાવનગર જિલ્લાની આરોગ્ય શાખા દ્વારા જિલ્લાના તમામ ગામોમાં ‘આભા’ એટલે કે ‘આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ’ આઇ.ડી. જનરેટ કરવામાં આવી રહ્યાં છે ત્યારે આજરોજ મહુવા તાલુકાનાં ખરેડ ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ અંતર્ગત સ્ટોલ ઊભા કરી ગ્રામજનોને આભા કાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. જેમાં ગ્રામજનો દ્વારા આભા કાર્ડ કઢાવવા માટે કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત રહ્યા હતા. તેની સાથો સાથ ગ્રામજનોને ઘર આંગણે જ આયુષ્માન કાર્ડ પણ ઉપલબ્ધ કરાવાયા હતા. “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” થકી ખરેડ નાં ગ્રામજનો ને ઘર આંગણે જ સરકાર ની આયુષ્માન ભારત યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડ અને આભા કાર્ડની યોજના થી લાભાન્વિત થયાં હતાં. ઘર આંગણે જ સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓનો લાભ પ્રાપ્ત થતાં સરકારની આ પહેલને ગ્રામજનો દ્વારા બિરદાવી હતી.

Related posts

Leave a Comment