રામકૃષ્ણ મિશન દ્વારા વર્ષ દરમિયાન રૂપિયા 754 કરોડની વધુના રાહત સેવાકિય કાર્યો

તબીબીક્ષેત્રે રૂપિયા 259.42, શૈક્ષણિક ક્ષેત્રે 397.97 ની સહાય દ્વારા કુલ 78.32 લાખ દર્દીઓ અને 2.68 લાખ છાત્રોને આવરી લેવાયા.

રાજકોટ

શિવજ્ઞાને જીવનસેવા ના સિદ્ધાંતને અનુસરીને રામકૃષ્ણ મિશન દ્વારા દેશભરમાં પ્રતિ વર્ષ તબીબી, શિક્ષણ અને કુદરતી આપદા ના સમયે રાહતકાર્યો સહિત વિવિધ સેવાકિય કાર્યો હાથ ધરવામાં આવે છે. જે મુજબ આ વખતે પણ કુલ રૂપિયા 754 કરોડથી વધુના ખર્ચે રાહતકાર્ય અને સેવાકીય કર્યો હાથ ધરવામાં આવ્યા હતા. તાજેતરમાં બેલુર મઠ ખાતે ગત 15મી એ યોજાયેલી 110 મી વાર્ષિક સામાન્ય સભા માં અહેવાલ રજૂ કરાયો હતો.
રામકૃષ્ણ મિશન દ્વારા આંગણવાડી થી લઈ મહાવિદ્યાલય સુધીના કુલ 2.68 લાખ વિદ્યાર્થીઓને આવરી લઇ શિક્ષણ કેન્દ્રો, રાત્રી શાળાઓ, શૈક્ષણિક વર્ગો, શિક્ષણ ક્ષેત્રે કુલ રૂપિયા 357.97 કરોડના ખર્ચે વિવિધ સેવાકિય કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા. તબીબીક્ષેત્રે મિશન દ્વારા ચલાવવામાં આવતા10 રુગ્ણાલય, 88 દવાખાના, 41 હરતી-ફરતી ડિસ્પેન્સરી અને 916 મેડીકલ કેમ્પ મારફતે 78.32 લાખ દર્દીઓ ને આવરી લેતા રૂપિયા 259.42 કરોડના સેવાકિય કાર્યો હાથ ધરાયા હતા. આ ઉપરાંત કેરળ, પૂર્વોત્તર રાજ્યો અને દેશના બીજા ભાગોમાં વિનાશક પૂર, તિતલી અને ગજા જેવા વાવાઝોડાના કારણે આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ અસરગ્રસ્ત બન્યા હતા. જેમાં 9.73 લાખ લાભાર્થીઓને આવરી લેતાં રૂ.42.41 કરોડના ખર્ચે રાહત કાર્યો હાથ ધરાયા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓને છાત્રવૃત્તિ અને વૃદ્ધ, નિરાધાર અને દર્દીઓ માટે કુલ રૂપિયા 21.45 કરોડના ખર્ચે કલ્યાણકારી કાર્યો તથા ગ્રામીણ અને આદિજાતિના કલ્યાણ માટે 70.56 લાખ લાભાર્થીઓને આવરી લેતા રૂપિયા 73.21 કરોડના ખર્ચે વિવિધ સેવાકિય કાર્યો હાથ ધરાયા હતા.
ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા મિશનના દક્ષિણ આફ્રિકાના સેવાકિય કાર્યો બદલ રામકૃષ્ણ મિશનને પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ થી બિરદાવ્યુ. RKMVERI (ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી) બેલુરને સર્વોત્તમ ગ્રેડ A++ નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિશન કાઉન્સિલ (NAAC) દ્વારા પ્રાપ્ત થયો. પુરુલિયા વિદ્યાપીઠને બંગાળ સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બેસ્ટ સ્કૂલ એવોર્ડ પ્રાપ્ત થયો. વર્ષ દરમિયાન મિશન અને શાખા આશ્રમો દ્વારા સ્વામી વિવેકાનંદના શિકાગો ધર્મ મહાસભાના ભાષણને 125 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્ય યોજાયેલી નિબંધ લેખન, પાઠાંતર અને સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં દેશભરના કુલ 1.14 લાખ વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ યોજાયેલા કુલ 88 જેટલા યુવા સંમેલનો અને ભક્ત સંમેલનોમાં 34000 ભાવકો સહભાગી થયા હતા. યુએસ સહિત વિદેશના આશ્રમો દ્વારા વિશેષ આયોજનો થયા હતા. આ ઉપરાંત સ્કીલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરૂ કરાયા હતા.

અમદાવાદ સહિત નવા કેન્દ્રનો પ્રારંભ:
રામકૃષ્ણ મિશન દ્વારા નવા કેન્દ્રો પણ શરૂ કરાયા હતા. જેમાં અમદાવાદ ખાતે શ્રી રામકૃષ્ણ આશ્રમના કેન્દ્રનો પ્રારંભ કરાયો હતો. આ ઉપરાંત બિલાસપુર (છત્તીસગઢ), કટક (ઓરિસ્સા) અને ભુવનગીરી (તેલંગાના) અને શ્યામ સાયર (બર્દવાન, પશ્ચિમ બંગાળ) નો સમાવેશ થાય છે. દક્ષિણ આફ્રિકાના ફોનિક્સ ના અને જોહનેસબર્ગ અને આર્યલેન્ડના ડબલીન ખાતે કેન્દ્ર શરૂ કરાયા હતા.

રાજકોટમાં ડેન્ટલ સારવાર કેન્દ્રનો પ્રારંભ:
રાજકોટ આશ્રમ ખાતે પ્રારંભ કરાયો હતો. તબીબીક્ષેત્રે દેહરાદુન આશ્રમ ખાતે નેત્ર સારવાર માટે આઈ સુપર સ્પેશિયલ સેન્ટર શરૂ કરાયું. આ ઉપરાંત ઇટાનગર આશ્રમ દ્વારા બે ઓપરેશન થિયેટરનો વિસ્તરણ કરાયું હતું. કનખલ આશ્રમ દ્વારા 8 બેડ વાળુ હાઈ ડિપેન્ડન્સી યુનિટ શરૂ કરાયું હતું. લખનઉ આશ્રમ દ્વારા અદ્યતન આઈ.યુ.આઈ(IUI) લેબોટરી, સેવા પ્રતિષ્ઠાન આશ્રમ દ્વારા કાર્ડિયોલોજી વોર્ડનું બાંધકામ સંપન્ન થયું હતું. વિશાખાપટ્ટનમ આશ્રમે સેરેબ્રલ પાલ્સી એન્ડ લર્નિંગ સેન્ટર ફોર ચિલ્ડ્રન ખાતે વાણી ઉપચાર વિભાગનો પ્રારંભ થયો હતો.

Related posts

Leave a Comment