હિન્દ ન્યુઝ, ભાવનગર
મહુવા તાલુકાના ખરેડ ગામે આજે આવી પહોંચેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગ્રામજનોને વિકસિત ભારત ના સંકલ્પ ની સાથે સાથે સ્વચ્છતા નાં પણ પાઠ શીખવામાં આવ્યા હતા. ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા, સ્વચ્છતા થી થતા ફાયદાઓ તેમજ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન કરતી વાન અંગે પણ માહિતીઓ અપાઈ હતી.
સૂકો કચરો તેમજ ભીનો કચરો અલગ રાખવો અને ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન કરતી વાન માં નિયત કરેલ જગ્યામાં કચરો મૂકવા એટલે કે ભીના કચરા માટે લીલો કલર તેમજ સૂકા કચરા માટે ભૂરા કલર ના ચિન્હો સાથેની અંગે ગ્રામજનોને વિગતવાર માહિતીથી માહિતગાર કરાયા હતા અને સ્વચ્છતા જાળવવા અંગેના પાઠ શીખવવામાં આવ્યાં હતાં.