૩૬મી નેશનલ ગેમ્સમાં નેટબોલ ટુર્નામેન્ટનો ભાવનગરમાં આજથી પ્રારંભ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

    ૩૬ મી નેશનલ ગેમ્સ નો આજ થી તા. ૨૬ /૯/૨૦૨૨ થી ભાવનગરમાં સીદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે નેટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ થઇ રહ્યો છે. નેટબોલ ટૂર્નામેન્ટની બધી ટીમો ભાવનગર ખાતે પહોંચી ગઈ છે. નેટબોલ ટુર્નામેન્ટમાં તા. ૨૬ ના રોજ સવારે ૭ વાગ્યે ઉદ્ઘાટન સમારોહ બાદ મેચનો પ્રારંભ સવારે ૮ વાગ્યા થી કરવામાં આવશે. પુરુષ વર્ગમાં તા. ૨૬ ના રોજ સવારે ૮ વાગ્યે પુલ-એ માં ગુજરાત સામે હરિયાણા, સવારે ૯.૩૦ વાગ્યે પુલ-બી માં તેલંગાણા સામે દિલ્હી, બપોરે ૨.૩૦ વાગ્યે પુલ-એ માં પંજાબ સામે મધ્યપ્રદેશ તેમજ સાંજે ૪ વાગ્યે પુલ-બી માં કેરળ સામે બિહારનો નેટબોલનો મેચ રમાશે. મહિલા વર્ગમાં તા. ૨૬ ના રોજ સવારે ૧૧ વાગ્યે પુલ-એ માં હરિયાણા સામે બિહાર, બપોરે ૧૨.૩૦ વાગ્યે પુલ-બી માં દિલ્હી સામે કર્ણાટક, સાંજે ૫.૩૦ વાગ્યે પુલ-એ માં હિમાચલ પ્રદેશ સામે તેલંગાણા તેમજ સાંજે ૭ વાગ્યે પુલ-બી માં પંજાબ સામે ગુજરાતનો નેટબોલનો મેચ રમાશે. નેટબોલનો પ્રથમ લીગ રાઉન્ડ તા. ૨૬ થી ૨૮ સપ્ટેમ્બર સુધી રમાડવામાં આવશે ત્યારબાદ તા. ૨૯ સપ્ટેમ્બરનાં સેમીફાઈનલ અને તા. ૩૦ સપ્ટેમ્બરનાં રોજ ફાઈનલ મેચ રમાંડવામાં આવશે.

Related posts

Leave a Comment