રૂ. ૫.૮૬ કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી કન્યા છાત્રાલય (વિકસતી જાતિ) મહુવાનું વડાપ્રધાન લોકાર્પણ કરશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સંચાલિત વિકસતી જાતિની છાત્રાઓના સર્વાંગી ઉત્કર્ષ માટે સરકારી કન્યા છાત્રાલય (વિકસતી જાતિ) મહુવા ખાતે કાર્યરત છે. જેમાં ગ્રાઉન્ડ ફલોર, ફર્સ્ટ ફલોર, સેકન્ડ ફલોર તથા સ્ટેર કેબીન એરીયા મળી કુલ– ૨,૫૦૬ ચો.મી. માં બાંધકામ કરવામાં આવેલ છે. અત્યાધુનિક સુવિધા સાથે કુલ-૧૦૦ છાત્રાની ક્ષમતા સાથેની છાત્રાલય બનેલ છે. જેમાં ૨૪ છાત્ર રૂમ, લાઇબ્રેરી, રસોડું, ભોજનાલય, વોર્ડન ક્વાર્ટર રૂમ, ઓફીસ, વિઝીટર રૂમ, સિક્યુરીટી કેબીન, ઇલેકટ્રીક રૂમ વિગેરે ભૌતિક સુવિધાઓ સાથે સદર છાત્રાલય ફર્નિચરથી સુ-સજ્જ બનાવેલ છે. આ છાત્રાલયમાં વિકસતી જાતિની કન્યાઓને રહેવા તથા જમવાની વિનામૂલ્યે સુવિધા આપવામાં આવે છે.

Related posts

Leave a Comment