૩૬ મી નેશનલ ગેમ્સમાં નેટબોલના ડેવલોપમેન્ટ કમિટીના ચેરમેન, ખેલાડીઓઓ સહિતનાંએ આવતીકાલની ગેમ્સને લઈ વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કર્યો

હિન્દ ન્યુઝ, ભાવનગર

૩૬ મી નેશનલ ગેમ્સના ભાગરૂપે ભાવનગર ખાતે રમાનારી સ્પર્ધાઓમાં નેટબોલની સ્પર્ધા આવતીકાલે એટલે કે, ૨૬ મી સપ્ટેમ્બર, સોમવારથી શરૂ થશે. પુરુષોના વિભાગમાં આઠ ટીમો અને મહિલા વિભાગમાં આઠ ટીમો ભાગ લઈ રહી છે. પુરૂષ વિભાગમાં હરિયાણા , ગુજરાત , પંજાબ અને મધ્યપ્રદેશને પૂલ – એમાં અને તેલંગાણા , દિલ્હી , કેરળ અને બિહારને પૂલ – બી માં મૂકવામાં આવ્યાં છે . મહિલા વિભાગમાં હરિયાણા, બિહાર, હિમાચલ પ્રદેશ અને તેલંગાણાને પૂલ – એ માં જ્યારે દિલ્હી , કર્ણાટક, પંજાબ અને ગુજરાતને પૂલ – બી માં મૂકવામાં આવ્યાં છે. નેટબોલ સ્પર્ધાનો ઉદઘાટન સમારોહ ૨૬ મી સપ્ટેમ્બરના રોજ સવારે ૭-૦૦ વાગ્યે સ્પોટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ભાવનગરના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રાખવામાં આવ્યો છે. ત્યારબાદ સવારે ૮-૦૦ કલાકે પુરૂષ વિભાગની પ્રથમ મેચમાં હરિયાણા અને ગુજરાત ટકરાશે. મહિલા વિભાગની પ્રથમ મેચ હરિયાણા અને બિહાર વચ્ચે સવારે ૧૧-૦૦ વાગ્યે રમાશે. નેશનલ નેટબોલ ડેવલોપમેન્ટ કમિટીના ચેરમેન હરીઓમ કૌશિક તથા ગિરીશ – નેટબોલ ટેકનિકલ કમિટી કન્વીનર અને લલિત જીવાણી – નેશનલ ગેમ્સ કોમ્પિટીશન મેનેજર તથા અમિત અરોરા – કોમ્પીટિશન કો. ઓ- ઓર્ડિનેટર અને નીલમ- ફિઝિકલ એજ્યુકેશન ટીચરએ ૩૬ મી નેશનલ ગેમ્સ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું.

Related posts

Leave a Comment