હિન્દ ન્યુઝ, ભાવનગર
ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવી ભાવનગર ખાતે વડાપ્રધાનની મુલાકાત સંદર્ભે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા માટે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચતાં સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ સહિતના મહાનુભાવોએ ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર ગૃહરાજ્યમંત્રીએ પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું.
મંત્રીનું સ્વાગત કરવાં માટે ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા, જિલ્લા ભા.જ.પા.ના અધ્યક્ષ મુકેશભાઇ લંગાળિયા, શહેર ભા.જ.પા. અધ્યક્ષ ડો. રાજીવભાઇ પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર એન.વી. ઉપાધ્યાય, કલેક્ટર યોગેશ નિરગુડે, આઇ.જી. અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, જિલ્લા પોલીસ વડા ડો. રવિન્દ્ર પટેલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.